Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

કાશ્મીર પર રાજ કરનારને લોકશાહી ગમતી નથી ;આર્ટિકલ 370 હટાવાના વિરોધીઓનું દિલ આતંકવાદી માટે ધબકે છે

કાશ્મીરે આટલી મજબૂત લોકશાહી ક્યારેય જોઇ નથી. : વડાપ્રધાન મોદીએ વિવિધ મુદ્દે ઇન્ટરવ્યૂમાં વાતચીત કરી

 નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે કાશ્મીર પર રાજ કરનારને લોકશાહી ગમતી નથી પીએમ મોદીએ એક ન્યૂઝ એજન્સી (IANS)ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જે લોકો જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી તેનો વિરોધ કરે છે તેમના દિલ આતંકવાદીઓ માટે ધડકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરી હતી. તેમણે કહ્યું કે, બીજી વખત અમે સરકાર બનાવ્યા પછી ખૂબ ઝડપથી અમે કામમાં પ્રગતિ આણી છે. અમારી દિશા નક્કી છે. અમે સ્પષ્ટ નીતિ અને સ્પષ્ટ દિશાનાં સિંદ્ધાતથી કામ કરીએ છીએ. છેલ્લા 75 દિવસમાં અમે ઘણું બધું કર્યું છે.
    બાળકોની સલામતીથી માંડીને ચંન્દ્રયાન-2, ભ્રષ્ટાચારથી મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ, કાશ્મીરથી કિશાન, આ તમામ ક્ષેત્રે અમે બતાવ્યું કે, એક મજબુત સરકાર શું કરી શકે,મોદીએ વધુમાં જણાવ્યું કે, અમારી સરકાર બીજી વખત મજબૂત મેન્ડેટ સાથે ચૂંટાઇને આવી. છેલ્લા પાંચ વર્ષમાં અમે મજબૂત પાયો નાંખ્યા. આના કારણે અમે છેલ્લા 75 દિવસમાં ઘણું બધું કરી શક્યા. લોકોની આંકાક્ષાઓ પૂરી કરીશું. 17મી લોકસભામાં રેકોર્ડ બ્રેક કામગીરી થઇ.છે
   મેડિકલ ક્ષેત્રમાં સુધારા વિશે પુછાયેલા પ્રશ્નનાં જવાબમાં મોદીએ જણાવ્યું કે, અમે જ્યારે 2014માં સરકાર બનાવી ત્યારે મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે વધુ ચિંતા હતી. કોર્ટ પણ મેડિકલ એજ્યુકેશનની દેખરેખ રાખતી સંસ્થાઓ પર આકરી ટીકાઓ કરતી અને ભ્રષ્ટાચારનાં અડિંગા કહેતી હતી સંસદીય સમિતિએ ઉંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો અને મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે અણઘડ વહીવટ, પારદર્શક્તાનો અભાવ છે તેમ તેમણે ઉમેર્યું હતું .
    આ પહેલાની સરકારે પણ આ ક્ષેત્રે સુધારા લાવવાની ઇચ્છા દર્શાવી હતી પણ તેઓ કંઇ કરી શક્યા નહીં. પણ અમે નક્કી કર્યુ કે અમે આ કરીશું જ. આ એવી બાબત નથી કે જેને હળવાશથી લઇ શકાય. કારણ કે, આપણા દેશમાં લોકોના આરોગ્ય સાથે જોડાયેલા આ પ્રશ્ન છે. એક તજજ્ઞ સમિતિએ અભ્યાસ કર્યા પછી કરેલી ભલામણોનાં આધારે અમે પગલા લીધા છે.
    શિક્ષણમાં સુધારા વિશે વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, દેશમાં ટેકનોલોજીને સંભધિત, લોક કેન્દ્રિત, લોકો દ્વારા ચાલતી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઇએ. અમે શિક્ષણમાં સુધારા લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે પ્રયાસ ચાલું છે. ઇનોવેશનને પ્રાધાન્ય આપવામાં આવે છે. વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે પ્રયાસ ચાલું છે.ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે, અમે વિવિધ ક્ષેત્રે સીટો વધારીએ છીએ અને પ્રિમિયર શિક્ષણ સંસ્થાઓ દેશનાં વિવિધ ભાગોમાં સ્થપાય તે માટે પ્રયાસ કરીએ છીએ અને તેમને વધુ સ્વાયત્તતા મળે તેના પ્રયત્નો કરીએ છીએ.
અમે હાયર એજ્યુકેશન ફાઇનાન્સિંગ એજન્સીની સ્થાપના કરી છે અને તેનો હેતુ એ છે કે, 2022 સુધીમાં રૂપિયા એક લાખ કરોડ આપે. દેશમાં 52 યુનિવર્સિટીઓ સહિત 60 શૈક્ષેણિક સંસ્થાઓને સ્વાયત્તતા આપવામાં આવી છે.
    કાશ્મીર વિશે અને દેશમાં લોકશાહી વિશેની ચિંતા બાબતે મોદીએ કહ્યું કે, કાશ્મીરે આટલી મજબૂત લોકશાહી ક્યારેય જોઇ નથી. પંચાયતોની ચૂંટણીમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ મતદાન કર્યું હતું. 2018નાં નવેમ્બર અને ડિસેમ્બરમાં 35,000 સરપંચોની ચૂંટણી થઇ અને રેકોર્ડ બ્રેક 74 ટકા મતદાન થયું. આ સમયે હોઇ હિંસા ન થઇ. લોહીનું એક ટીપુંય ન રેડાયું. પંચાયત વિકાસનાં કામ આગળ ધપાવશે અને તે સંતોષકારક વાત છે. છેલ્લા થોડા વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતોને વધુ સત્તા મળી છે.
   તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા બેક ટૂ વિલેજ કાર્યક્રમ હાથ ધર્યો અને સમગ્ર વહીવટીતંત્ર લોકો પાસે ગયું અને લોકોનાં પ્રશ્નો સાંભળ્યાં. સામાન્ય લોકોએ આ વાતને વખાણી. સ્વચ્છ ભારત. વીજળી અને અન્ય પહેલો ગામડાઓ સુધી પહોંચી. ખરી લોકશાહી આ છે. મેં લોકોને ખાતરી આપી છે કે, જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી ચાલુ રહેશે અને તેમનામાંથી લોકો ચૂંટાશે. જે લોકોએ કાશ્મીર પર રાજ કર્યું છે તેમને લોકશાહી ગમતી નથી અને જુઠ્ઠાણાં ફેલાવે છે. તેમને નવી નેતાગીરી ગમતી નથી. આર્ટિકલ 370 હટવાથી જ લોકશાહી વધુ મજબૂત થશે

(12:00 am IST)