Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

સેમસંગ અને શાઓમીની પાર્ટનરશીપઃ ૧૦૮ MP કેમેરા સેન્સરવાળા મોબાઇલ ફોનનું લોન્ચીંગ

નવી દિલ્હી: સાઉથ કોરિયન કંપની સેમસંગે દુનિયાનો પ્રથમ 108 મેગાપિક્સલવાળો મોબાઇલ કેમેરા સેંસર લોન્ચ કર્યો છે. સેમસંગના SOCELL બ્રાઇટ HMXમાં 108 MP સ્માર્ટફોન કેમેરા સેંસર આપ્યું છે. સાથે કંપનીએ ચીની કંપની Xiaomi ની સાથે પોતાના પાર્ટનરશિપની જાહેરાત કરી. બંને કંપનીઓ વચ્ચે આમ પહેલીવાર થયું નથી. તમને જણાવી દઇએ કે પહેલાં બંને કંપનીઓ Xiaomi ના 64 મેગાપિક્સલ કેમેરા ફોન સાથે આવ્યો હતો જેમાં સેમસંગનું ISOCELL GW1 સેંસર આપવામાં આવ્યું હતું.   

સેમસંગ SOCELL બ્રાઇટ HMXમાં 64MP સેંસરની માફક 0.8um સેંસર રહેશે. જ્યારે સેંસર સાઇઝને 1/1.33" વધારી દેવામાં આવી છે, જે સ્માર્ટફોન કેમેરામાં પહેલીવાર જોવા મળી છે. તેની મદદથી 12032x9024 પિક્સલ રિઝોલ્યૂશનના ફોટો પ્રોસેસ કરી કરી શકાશે જે કોઇ હાઇ-એન્ડ DSLR કેમેરા આઉટપુટને ટક્કર આપી શકે છે. મોટા સેંસર સાઇઝના લીધે HMX ઓછા પ્રકાશમાં વધુ પ્રકાશ લઇ શકશે. ઉપરાંત સ્માર્ટ ISO ની મદદ વડે સેંસર માહોલ મુજબ આપમેળે બેસ્ટ આઇએસઓ સિલેક્ટ કરી શકશો.

6K સુધી કરી શકશો વીડિયો રેકોર્ડિંગ

એચએમએક્સ સેંસરમાં સેમસંગની ટ્રેટાસેલ અને ISOCELL ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની મદદથી બ્રાઇટ અને બિગ પિક્સલ 27 મેગાપિક્સલ ફોટો પ્રોસેસ કરવામાં આવી શકે છે. સેંસર સ્ટીલ ફોટોગ્રાફી ઉપરાંત 6K (6016x3384 પિક્સલ) વીડિયો રેકોર્ડિંગ પણ 30fps પર સપોર્ટ કરે છે.

સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના સેંસર બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ યોગિન પાર્કે કહ્યું 'સેમસંગ સતત પિક્સલ અને લોજિક ટેક્નોલોજીમાં ઇનોવેશન્સ કરી રહી છે, જેથી ISOCELL ઇમેજ સેંસર્સની એંજીનિયરિંગ કરી શકાય અને દુનિયાને તે પ્રકારે કેપ્ચર કરી શકાય, જેવી રીતે આપણી જોઇ શકે છે.

Mi Mix 4 માં મળી શકે છે સેટઅપ

પાર્કે કહ્યું કે શાઓમી સાથે અમારા કોલોબ્રેશનના લીધે ISOCELL બ્રાઇટ HMX પહેલો મોબાઇલ ઇમેજ સેંસર બનાવી રહ્યું છે, જે 100 મિલિયન પિક્સલ્સથી વધુ કેપ્ચર કરી શકે છે અને ટેટ્રાસેલ અને ISOCELL પ્લસ ટેક્નોલોજીની મદદથી સારી ડિટેલ્સવાળી શાર્પ ઇમેજને ડિવાઇસ પર બતાવશે.

કન્ફોર્મ થઇ ગયું છે કે સેંસરને સૌથી પહેલા6 શાઓમી પોતાના ડિવાઇસમાં ઉપયોગ કરવા જઇ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે Xiaomi Mi Mix 4 108MP કેમેર સેંસરવાળો સ્માર્ટફોન હો શકે છે. ડિવાસનું માસ પ્રોડક્શન મહિનાના અંત સુધી શરૂ થઇ જશે અને ટૂંક સમયમાં ટેક યૂજર્સને જોવા મળી શકે છે.

(5:01 pm IST)