Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

નૌશેરા સેક્ટરમાં ઘુસણખોરીના પ્રયાસ નિષ્ફ્ળ બનાવ્યો :ઓપરેશનમાં એક જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસના પ્રસંગે પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની ઘૂસણખોરીના એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું . સૈન્ય પ્રવક્તા મુજબ 15 ઓગષ્ટની વહેલી સવારે એલઓસી પર નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરી નિષ્ફળ કરવામાં આવી. સેનાના આ ઓપરેશનમાં એક જવાન ઘાયલ થયો.

(12:21 am IST)