Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ન્યારીડેમમાં બે સોની ભાઈઓના ડૂબી જતા મોત : રવિ અને અંકિત પાટડીયા સેલ્ફી લેવાના ચક્કરમાં ડૂબ્યા :વિધવા માતાએ બંને પુત્રો ગુમાવ્યા

લક્ષમીવાડીમાં રહેતા સોની પરિવારમાં કરુણ કલ્પાંત :એક વર્ષ પહેલા જ પિતાના મોત બાદ બંને જુવાનજોધ પુત્રોના ડૂબી જવાથી મોત

રાજકોટ :રાજકોટના સોની પરિવારના બે યુવાન પુત્રોના ન્યારી ડેમમાં ડૂબી જવાથી મોત  નિપજતા કરુણ કરુણ કલ્પાંત થયો છે શહેરના લક્ષ્મીવાડી 9/10 માં રહેતા ગીરીશભાઈ પાટડિયાના બંને પુત્રોના  સ્વાતંત્ર્યદિવસની રજા  લક્ષ્મીવાડીના વિધવા સોની મહિલા માટે કાળમુખી બની ગઈ હતી. તેમના બન્ને જુવાનજોધ પુત્રો  ન્યારી ડેમમાં ગરક થઈ જતા બનેના મોત નિપજતા કાળો કલ્પાત સર્જાયો છે

જાણવા મળ્યા મુજબ નાનો ભાઈ સેલ્ફી લેતી વખતે લપસી પડતા ડુબવા માંડ્યો હતો, તેને બચાવવા મોયે ભાઈપણ પાણીમાં કૂદી પડડ્યો હતો.બનેને તરતા આવડતુન હોઈ અને ડુબી ગયા હતા. ફાયર બ્રિગેડના તરવૈયાઓએ ભારે જહેમત ઉઠાવી હતી પરંતુ બનેના મૃતદેહ જ બહાર આવ્યા હતા

 

 

(9:56 pm IST)
  • દિલ્હી-એનસીઆર,સમગ્ર ઉત્તર ભારત અને મધ્યભારતમાં સહીત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી :હવામાનનું પૂરાવાનુંમાન કરતા સ્કાઈમેટ મુજબ દિલ્હી એનસીઆર।ઉત્તર ભારત,મધ્યભારત અને દક્ષિણમાં કર્ણાટક,આંધ્રપ્રદેશ,તેલંગાણા સહીત દેશના અનેક ભાગોમાં વરસાદ થવાની શકયતા access_time 1:09 am IST

  • રાજકોટમાં ન્યારીડેમમાં બે સોની ભાઈઓના ડૂબી જતા મોત : પરિવાર સાથે ફરવા ગયેલા રવિ અને અંકિત સેલ્ફી લેવાના ચક્કરમાં ડૂબી ગયાના અહેવાલ : લક્ષ્મીવાડી 9/10 માં રહેતા ગીરીશભાઈ પાટડિયાના બંને પુત્રોના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત access_time 7:42 pm IST

  • રાજકોટના ફૂલછાબ ચોકમાં રઘુવંશી મોબાઈલની દુકાનમાં આગ ભભૂકી :ફાયર ફાઈટર ઘટના સ્થળે પોહચી આગને કાબુમાં લીધી access_time 10:54 pm IST