Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

અમેરિકામાં ગુજરાતી અલ્પેશ પ્રજાપતિની લૂંટારૃઓએ ગોળી મારીને હત્યા કરી : આણંદના અલ્પેશ ગ્રોસરી સ્ટોરમાં કામ કરતા હતા ત્યારે લૂંટારુઓએ ગોળી મારી

અમેરિકામાં ગુજરાતીઓ પર સતત હુમલાઓ થતા રહે છે. ત્યારે વધુ એક ગુજરાતી પર હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી છે. અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટાના મેકનમાં એક ગ્રોસરી સ્ટોરમાં કામ કરતા મૂળ આણંદના અલ્પેશ પ્રજાપતિની લૂંટારૂઓએ ગોળીમારીને હત્યા કરી છે. તો બીજીતરફ આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 

જાણવા મળેલી વિગત અનુસાર, બે અશ્વેત લૂંટારાઓએ લૂંટના ઈદારે અશ્વિનભાઇ પર ગત સવારે ગોળી મારીને હત્યા કરી છે. થોડા દિવસ પહેલા એક વડોદરાના વ્યક્તિની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 

(8:44 pm IST)