Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

કેરળ બેહાલ :વધુ ૪૮ કલાક ભારે વરસાદ પડશે ! મુન્નારનો સંપર્ક તુટ્યો

રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ૪૮ કલાક માટે વધારી દેવાયા

કરાચી :  કેરળની મુશ્કેલી વધતી જાય છે. છેલ્લા ૧૫ દિવસથી આજ સુધીની અભૂતપૂર્વક  વરસાદી  રમઝટથી લગભગ કેરળ પાણી હેઠળ છે. અનેક મોત - અનેક લાપતા - અનેક ઘાયલ છે. હજારો - લાખો બેઘર છે. ૨૦ હજારથી વધુ મકાનો અને ૧૦ હજાર કિ.મી.ના રસ્તા ધોવાઇ ગયા છે. અને અનેક જિલ્લામાં રેડ એલર્ટ અપાયુ છે. તેમ ૪૮ કલાક  વધારે દેવાયુ છે.  કેરળમાં આવતા ૪૮ કલાક સુધી વરસાદની આગાહી થઇ છે. કોચ્ચી એરપોર્ટ સાવચેતીરૃપે શનિવાર સુધી તા. ૧૮ સુધી બંધ કરી દેવાય છે.  સુપ્રસિધ્ધ  પ્રવાસન  સ્થળ મુન્નારનો સંપર્ક તુટી ગયો છે.

સતત જળસપાટી વધતી હોય મતુપેટી બંધના દરવાજા ખોલવા સાથે વાહન વહએવાર  થંભી ગયો છે.  ભયાનક પૂરનો  સૌથી વધુ ભોગ કેરળનો 'વાયનાડ' વિસ્તાર બન્યો છે.  વાયનાડના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.

આ પહેલા હવામાન ખાતાએ કેરળના અનેક વિસ્તારોમાં ૧૪ ઓગષ્ટ સુધી રેડ એલર્ટ અને ૧૫ ઓગષ્ટ સુધી ઓરેન્જ  એલર્ટ  જાહેર કરેલ. પરંતુ હાલની સ્થિતી જોતા  આ બન્ને  એલર્ટ ૪૮ કલાક વધારી દીધા છે.

કોચ્ચીનું આંતરરાષ્ટ્રીય હવાઇમથ પ્રથમ વખત ૪ દિવસ (બુધ થી શનિ) માટે બંધ કરાયેલ છે. ભારે વરસાદ-પ્રશ્ને લીધે કોચ્ચી એરપોર્ટનો રન-વે પાણીમાં ડૂબી ગયો છે

(7:51 pm IST)