Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

બિહાર-છત્તીસગઢમાં બોમ્બ વિસ્ફોટ

નવીદિલ્હીઃ દેશ આખો ૭૨મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહેલ છે ત્યારે દેશમાં કેટલાક સ્થળે વિસ્ફોટ થતાં હડકંપ મચી ગયો છે.બિહારના નાલંદા અને છત્તીસગઢના રાજનંદ ગાંવમાં બોમ્બ વિસ્ફોટ થયા છે.બિહારના નાલંદા જિલ્લામાં એક ઘરમાં વિસ્ફોટ થતાં જ બાળકો ઘવાયા છે. તેમને બિહાર શરીફ ખસેડયા છે.જયારે છત્તીસગઢના રાજનંદ ગાંવમાં આઇઇડી બ્લાસ્ટ થયો છે. જેમાં અર્ધલશ્કરી દળો-આઇટીબીપીના બે જવાનો ઘવાયા છે. નકસલીઓએ બ્લાસ્ટ કર્યાંનું મનાય છે. સુકમા ખાતે ઓપરેશનમાં સંખ્યાબંધ નકસલી માર્યાં ગયા તેનો બદલો લેવા આ વિસ્ફોટ કરાયાનું મનાય છે.

(7:50 pm IST)