Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

કેરળમાં રેડ એલર્ટ :ભારે વરસાદનો કહેર યથાવત :45 લોકોના મોત :કોચી એરપોર્ટ બંધ કરાયું

પેરિયાર નદીમાં ડેમના દરવાજા ખોલાયા :ફ્લાઇટ રદ થતા હજારો મુસાફરો અટવાયા :રાજ્યમાં મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા

કેરળમાં ભારે વરસાદનો કહેર યથાવત છે. સતત વરસી રહેલા વરસાદને કારણે કેરળના હાલ બેહાલ થઇ ગયા છે. વરસાદને કારણે અત્યાર સુધીમાં 45 લોકોના મોત થઇ ચૂક્યા છે

 . પેરિયાર નદીમાં ડેમના દરવાજા ખોલવાને કારણે કોચી એરપોર્ટને બપોર સુધી બંધ કરવાની નોબત આવી હતી. અનેક ફ્લાઇટ રદ્દ થતા હજારો મુસાફરો અટવાઇ પડ્યા છે.

   બીજી તરફ મુન્નારમાં એક ઇમારત ધસી પડવાથી કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ભારે વરસાદને કારણે કેરળના મોટા ભાગના વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા છે.

 વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળતા લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું છે.

 હવામાન વિભાગે કેરળના વાયનાડ, કોઝીકોડ, ક્ન્નુર, કાસરગોઝ, મલપ્પુરમ, પલક્કડ, ઇડુક્કી અને એર્નાકુલમમાં ગુરુવાર સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે.

(2:40 pm IST)