Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

પીએમ મોદી લોકસભા ભંગ કરે અને એકસાથે ચૂંટણી કરાવે,કોંગ્રેસ ચૂંટણી માટે તૈયાર : અશોક ગેહલોટ

દેશમાં એક સાથે ચૂંટણી કરાવવી શક્ય નથી. જેના માટે બંધારણમાં સંશોધન કરવુ પડે

નવી દિલ્હી :દેશમાં એક સાથે ચૂંટણી કરવાની ભાજપની યોજના પર કોંગ્રેસે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. મંગળવારે કોંગ્રેસ નેતા અશોક ગહેલોતે જણાવ્યું કે,  પીએમ મોદી લોકસભાને ભંગ કરે અને એક સાથે ચૂંટણી કરાવે,, કોંગ્રેસ ચૂંટણી લડવા માટે તૈયાર છે. બીજી તરફ કોંગ્રેસનું કહેવુ છે કે, દેશમાં એક સાથે ચૂંટણી કરાવવી શક્ય નથી. જેના માટે બંધારણમાં સંશોધન કરવુ પડે.

(1:28 pm IST)