Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ભોપાલ હોસ્ટેલ રેપ કાંડનો આરોપી આરએસએસનો કાર્યકર : કોંગ્રેસનો આક્ષેપ

બળાત્કારી અશ્વિની શર્માને મ. પ્ર. ના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના આશીર્વાદ છે : રાજયના કોંગ્રેસના મુખ્ય પ્રવકતા શોભા ઓઝાએ બળાત્કારી આરોપી શિવરાજસિંહ ચૌહાણની બાજુમાં ઉભેલો અને તેમના ચરણસ્પર્શ કરતો વિડિયો જારી કર્યો

ભોપાલ : વિરોધ પક્ષ કોંગ્રેસ ગઇકાલે એવો દાવો કર્યો હતો કે એક મુક બધિર આદિવાસી છોકરી પર બળાત્કાર કરનાર અને અન્ય બે સાથે છેડતી કરવા બદલ ધરપકડ કરાયેલા હોસ્ટેલનો ડાયરેકટર આરએસએસનો કાર્યર છે અને મ.પ્ર.ના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના તેમને આશીર્વાદ છે.

ભોપાલના અવધપુરી વિસ્તારમાં મુકબધિર માટે આવેલા હોસ્ટેલનો ડાયકેરટર અશ્વિન શર્માની એક મુકબધીર છોકરીએ કરેલી પોલીસ ફરીયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. ફરીયાદી છોકરીએ આ અશ્વિની શર્મા છેલ્લા ત્રણ વર્ષથી તેના પર બળાત્કાર કરતો હતો એવી આરોપ મુકયો છે. આ હોસ્ટેલમાં રહી ચુકેલી બે વધુ છોકરીઓએ પણ ગુરૂવારે આરોપી વિરૂધ્ધ છેડતીની ફરિયાદ દાખલ કરી હતી. જેના પગલે પોલીસ અશ્વિન શર્મા સામે પોકસી હેઠળ આરોપ મુકયા છે કારણ કે ર૦૧૭માં જયારે ઘટના બની ત્યારે એક ફરીયાદી છોકરી સગીર વયની હતી.

 

(12:21 pm IST)