Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

મીડિયા પાસે જતા પહેલા કોઇપણ અપ્રિય ઘટનાની જાણ સીધી અમને કરો, શિક્ષણ વિભાગને શરમજનક સ્થિતિમાં ન મુકો : દિલ્હીની આપ સરકારના નિર્દેશ

નવી દિલ્હી :  દિલ્હી સરકારે રાષ્ટ્ર રાજધાનીની તમામ સ્કુલોને દુર્ઘટના, હિંસા કે છેડછાડ કે પછી વિરોધ જેવી કોઇપણ અપ્રિય ઘટના વિશે, જાણકારી મીડિયા સુધી પહોંચાડતા પહેલા તાત્કાલિક તેને સુચના આપવાનો નિર્દેશ આપ્યો છે જેથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી શકે અને શિક્ષણ વિભાગને શરમજનક સ્થિતિમાં ના મુકાવું પડે. આ નિર્દેશ શહેરમાં એનડીએમસીની એક સ્કુલ પરિસરમાં એક ઇલેક્રિટશિયન દ્વારા એક સગીરા સાથે કથિત રીતે દુષ્કર્મ કર્યાની પુષ્ઠભૂમિમાં મહત્વપૂર્ણ છે. શિક્ષણ નિર્દેશાલયે સ્કુલના આચાર્યોને એક પરિપત્ર મોકલ્યો છે જેમાં જણાવાયું છે કે કોઇ અપ્રિય ઘટનાના સારી રીતે નિરીક્ષણ સુનિશ્ચિત કરવા અને ઉચ્ચ પ્રશાસનિક સ્તરે સાવચેતીપૂર્વકના ઉપાયો કરતા તમામ સ્કુલોમાં પ્રમુખોને હિંસા, દુર્ઘટના, ધરણા, લડાઇ, આગ, વિરોધ, દેખાવો, ચોરી, ભાગદોડ, છેડછાડ, ગંભીર ઘા, આપઘાતનો પ્રયાસ કે મોત થેવી કોઇ અપ્રિય ઘટના વિશે તે સમયે હાજર વરિષ્ઠ શિક્ષણ વિભાગના અધિકારીને તાત્કાલિક સુચિત કરવાનો નિર્દેશ અપાય છે.

(12:20 pm IST)