Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

લોકો મૌન રહેશે તો કાલે તમામના ઘર સુધી મોબલિંચિંગનો રેલો પહોંચશે : આસામ ડીજી કુલધર સૈકિયા

ફોટો :  કુલધર સૈકિયા

આસામ : સડકો પર બની રહેલા મોબલિંચિંગની ઘટના પર મુકદર્શક નહીં બનીને તેના વિરૂદ્ધ નક્કર પગલા લેવા આસામના પોલીસ મહાનિર્દેશક (ડાયરેકટર જનરલ) કુલધર સૈકિયાએ જણાવ્યું છે તેમણે કહ્યું કે મોલલિંચિંગની ઘટનાઓ અંગે આજે મૌન રહીશુ તો કાલે એનો રેલો તમામના ઘરો સુધી પહોંચી જશે.

ડીજી કુલઘરે કહ્યું કે, જો કોઇ વ્યીકત મુકદર્શક બની રહેશે તો આ હિંસા ફકત સડક સુધી સિમિત રહેશે નહીં પરંતુ લોકોના ઘરો સુધી ફેલાતી જશે. તેમણે જણાવ્યું કે મોબલિચિંગની ઘટનાઓને આજે રોકવામાં નહીં આવે અને તેની સામે પ્રતિક્રિયા નહીં અપાય તો લોકોના ઘર સુધી આ હિંસા પહોંચશે અને આવનાર પેઢી આ સ્થિતિમાં કશું ખોટું થઇ રહ્યું નહીં હોવાનું માની લેશે.

 

(12:18 pm IST)