Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

મોદીનો ગટર ગેસ : પીએમની શંકાસ્પદ શૈક્ષણિક લાયકાત પર અરવિંદ કેજરીવાલની ટીખળ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર પીએમ મોદીની શંકાસ્પદ શૈક્ષણિક લાયકાત અંગે પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીના ગટર ગેસ અંગે વાઇરલ થયેલા વીડિયો અંગે કેજરીવાલે ટિવર કરી હતી કે તેથી જ કહેવાય છે કે દેશના વડાપ્રધાન શિક્ષિત વ્યકિત હોવા જોઇએ. ટિવટર યુઝર નિખિલ દ્વારા પોસ્ટ કરાયેલા એક વાઇરલ થયેલા વીડિયોમાં મોદી કેવી રીતે ચા વેચનારાએ ગટરમાંથી બહાર આવતા ગેસનો ઉપયોગ તેણે ચા બનાવવા માટે કર્યો અને પોતાનો ધંધો ચલાવ્યો તેનું મહત્વ દર્શાવી રહ્યા હતા. આ અંગે મોદી એમ પણ કહેતા સાંભળવા મળે છે કે, આ સામાન્ય ટેકનોલોજી છે. નિખિલે પોતાના ટિવરમાં માર્મિપણે લખ્યુ કે, આ વ્યકિત કોઇ લેખિત પત્ર વિના બોલી રહી છે અને તે હવે પોતાની પોગો ચેનલ ચાલુ કરી શકે છે. નિખિલ સાથે ત્યારબાદ મોદીના વટર ગેસના આઇડિયાની મજાર કરવામા પત્રકારો પણ જોડાયા હતા. તેવું મળતા સુત્રો દ્વારા જાણવા મળેલ હતું.

(12:17 pm IST)