Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

એનસીઆરમાં નામ સામેલ નથી તેવા લોકો સામે ખોટા કેસ કરીને હેરાન કરાઈ છે :મમતા બૅનર્જીનો આક્ષેપ

હિન્દૂ-મુસલ;ઇમનો મુદ્દો નથી :તેની ભાષાને કારણે બહાર કરાયા :શા માટે આસામમાં સુરક્ષાદળોનો 400 કંપનીઓ તૈનાત કરાઈ ?

કોલકાતા :આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી)નો મામલો હજુ ગરમાયો છે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આરોપ લગાવતા કહ્યું કે જે લોકોના નામ એનઆરસીમાં સામેલ નથી તેના પર ખોટા કેસ કરવામાં આવી રહ્યાં છે અને તેને હેરાન કરવામાં આવે છે.

  કોલકત્તામાં મીડિયાને સંબોધિત કરતા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે જે લોકોના નામ એનઆરસીમાંથી બહાર છે તેના પર ખોટા કેસ દાખલ થઈ રહ્યાં છે અને તેમને દબાવવામાં આવી રહ્યાં છે. પહેલાથી જ 1200 લોકો ડિટેન્શન કેમ્પમાં છે. મમતાએ સવાલ કર્યો કે ક્યા ઉદ્દેશથી આસામમાં સુરક્ષાદળોની 400 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. 

  એનઆરસી પર બોલતા મમતા બેનર્જીએ કહ્યું કે, આ હિન્દુ કે મુસ્લિમનો મુદ્દો નથી. લોકોને તેની ભાષાના આધારે લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે અને ભાજપના નેતા એનઆરસીના ડ્રાફ્ટને યોગ્ય ગણાવીને છાતી ઠોકી રહ્યાં છે. 

 

(12:00 am IST)