Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

લોકસભાની સાથે કેટલાક રાજ્યોમાં ચૂંટણી શક્ય છે

આંધ્ર, અરુણાચલ, ઓરિસ્સામાં સાથે ચૂંટણી થશે : મિઝોરમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ચૂંટણીને રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી ચૂંટણી સુધી મુલ્તવી થઈ શકે

નવીદિલ્હી, તા. ૧૪ : કાયદા પંચ દ્વારા ભાજપ પ્રમુખ અમિત શાહની અપીલ બાદ વિચારણા હાથ ધરવામાં આવી છે ત્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની સાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણી શક્ય છે કે કેમ તેને લઇને એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. એકબાજ પોલ પેનલ દ્વારા ૧૭.૪ લાખ વોટર વેરિફાઇબલ પેપર ઓડિટટ્રેલ (વીવીપેટ) માટેનો ઓર્ડર આપી દીધો છે. ૧૩.૯૫ લાખ બેલોટ યુનિટનો ઓર્ડર આપ્યો છે. સાથે સાથે ૩.૯ લાખ કન્ટ્રોલ યુનિટનો ઓર્ડર આપ્યો છે. લોકસભા ચૂંટણી અને આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ એમ પાંચ રાજ્યોમાં ચૂંટણીની જરૂરિયાત માટે આ ઓર્ડર આપવામાં આવ્યો છે. ચૂંટણી વર્ષની વાત કરવામાં આવે તો લોકસભાની અવધિ ત્રીજી જૂન ૨૦૧૯ના દિવસે પુરી થઇ રહી છે.  લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે જેમાં મિઝોરમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ જગ્યાઓએ યોજાનાર ચૂંટણીઓને લોકસભાની ચૂંટણી સુધી મોકૂફ રાખી શકાય છે. આ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી શકાય છે. ત્રણ પૈકીના ચાર રાજ્યોમાં ભાજપનું શાસન છે જ્યારે લોકસભાની અવધિની સાથે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ અને તેલંગાણાની અવધિ પૂર્ણ થઇ રહી છે. આ પૈકી ત્રણેય રાજ્ય વિધાનસભાને વિખેરી શકાય છે જ્યારે લોકસભાની ચૂંટણીના છ મહિનાની અંદર જ બીજા રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે તેમાં હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. એકબાજુ મિઝોરમમાં વિધાનસભાની અવધિ ૧૫મી ડિસેમ્બર ૨૦૧૮, છત્તીસગઢમાં વિધાનસભાની અવધિ ૫મી જાન્યુઆરી ૨૦૧૯, મધ્યપ્રદેશમાં વિધાનસભાની અવધિ ૭મી જાન્યુઆરી ૨૦૧૯ અને રાજસ્થાનમાં વિધાનસભાની અવધિ ૨૦મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે પૂર્ણ થનાર છે. આવી જ રીતે આંધ્રમાં ૧૮મી જૂન ૨૦૧૯ અને તેલંગાણામાં ૧૨મી જૂન ૨૦૧૯ના દિવસે વિધાનસભાની અવધિ પૂર્ણ થનાર છે. વર્તમાન વિધાનસભાની અવધિ પૂર્ણ થવા માટેની તારીખ ખુબ મહત્વપૂર્ણ છે. જે રાજ્યોમાં લોકસભાની બેઠકો વધારે છે તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૪૮ બેઠકોનો સમાવેશ થાય છે. અહીં ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીના છ મહિનાની અંદર ચૂંટણી યોજાશે જ્યારે આંધ્રમાં ૨૫, ઓરિસ્સામાં ૨૧, તેલંગાણામાં ૭, મધ્યપ્રદેશમાં ૨૯ અને રાજસ્થાનમાં ૨૫ સીટો રહેલી છે. તબક્કાવારરીતે આગળ વધવામાં આવે તો અનેક રાજ્યોમાં લોકભાની ચૂંટણીની સાથે ચૂંટણી યોજાઈ શકે છે.

વિધાનસભા અવધિ....

*    મિઝોરમમાં વિધાનસભાની અવધિ ૧૫ ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે પુરી થશે. અહીં લોકસભાની એક સીટ છે

*    છત્તીસગઢમાં વિધાનસભાની અવધિ ૫મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે પુરી થશે. અહીં લોકસભાની ૧૧ સીટ છે

*    મધ્યપ્રદેશમાં વિધાનસભાની અવધિ ૭મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે પુરી થશે. અહીં લોકસભાની ૨૯ સીટ છે

*    રાજસ્થાનમાં વિધાનસભાની અવધિ ૨૦મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે પુરી થશે. અહીં લોકસભાની ૨૫ સીટ છે

*    આંધ્રપ્રદેશમાં વિધાનસભાની અવધિ ૧૮મી જૂન ૨૦૧૯ના દિવસે પુરી થશે. અહીં લોકસભાની ૨૫ સીટ છે

*    અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની અવધિ પહેલી જૂન ૨૦૧૯ના દિવસે પુરી થશે. અહીં લોકસભાની ૨ સીટ છે

*    ઓરિસ્સામાં વિધાનસભાની અવધિ છઠ્ઠી જૂન ૨૦૧૯ના દિવસે પુરી થશે. અહીં લોકસભાની ૨૧ સીટ છે

*    સિક્કિમમાં વિધાનસભાની અવધિ ૨૭મી જૂન ૨૦૧૯ના દિવસે પુરી થશે. અહીં લોકસભાની ૧ સીટ છે

*    તેલંગાણામાં વિધાનસભાની અવધિ ૮મી જૂન ૨૦૧૯ના દિવસે પુરી થશે. અહીં લોકસભાની ૧૭ સીટ છે

*    હરિયાણામાં વિધાનસભાની અવધિ બીજી નવેમ્બર ૨૦૧૯ના દિવસે પુરી થશે. અહીં લોકસભાની ૧૦ સીટ છે

*    ઝારખંડમાં વિધાનસભાની અવધિ ૫મી જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે પુરી થશે. અહીં લોકસભાની ૧૪ સીટ છે

*    મહારાષ્ટ્રમાં વિધાનસભાની અવધિ ૯મી નવેમ્બર ૨૦૧૯ના દિવસે પુરી થશે. અહીં લોકસભાની ૪૮ સીટ છે

(12:00 am IST)