Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

સુધારા વિના ભારતમાં એક સાથે ચૂંટણી અશક્ય : પંચ

અમિત શાહના પત્રથી ફરી એકવાર નવી ચર્ચા : તબક્કાવારરીતે યોજવામાં આવે તો હવે કેટલાક રાજ્યોની ચૂંટણી સાથે શક્ય બની શકે છે : પુરતા સંશાધનો જરૂરી

નવી દિલ્હી,તા. ૧૪ : દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવાની માંગણી વધુને વધુ તીવ્ર બની રહી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ મુદ્દા ઉપર ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યા બાદ ફરી એકવાર આને લઇને ચર્ચ છેડાઈ ગઈ છે. આ મુદ્દા પર મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) ઓપી રાવત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વર્તમાન સ્થિતિમાં સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની બાબત શક્ય દેખાઈ રહી નથી. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે, જો તબક્કાવારરીતે યોજવામાં આવે તો કેટલાક રાજ્યોમાં ચૂંટણી સામાન્ય ચૂંટણીની સાથે શક્ય બની શકે છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, દેશમાં પ્રથમ ચાર ચૂંટણી એક સાથે થઇ હતી. જો કાયદામાં સુધારો કરવામાં આવે, મશીનો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય અને સુરક્ષા જરૂરિયાતો પુરતા પ્રમાણમાં રહે તો એક સાથે ચૂંટણી શક્ય બની શકે છે. આ સંદર્ભમાં ચૂંટણી કમિશનરે કહ્યું છે કે, રાજ્ય વિધાનસભા જો સહમત થાય તો એક સાથે ચૂંટણી શક્ય બની શકે છે. એવી ચર્ચા ચાલી રહી છે કે, કેન્દ્ર સરકાર આગામી લોકસભાની ચૂંટણીની સાથે ૧૦થી ૧૧ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ સાથે કરાવવાના પ્રયાસમાં છે. ચૂંટણી પંચનું કહેવું છે કે, સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટે સુધારાની જરૂર પડી શકે છે. ૧૧ રાજ્યોને લઇને ચૂંટણી સંદર્ભે મિડિયામાં અહેવાલ આવી રહ્યા છે. આવી જ પ્રકારની સ્થિતિ રહે તો ચૂંટણી યોજાઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે કહ્યું છે કે, એક સાથે ચૂંટણીને લઇને ચૂંટણી પંચે ૨૦૧૫માં જ વ્યાપક સૂચનો કર્યા હતા. ચૂંટણી પંચે કહ્યું છે કે, આના માટે બંધારણ અને લોકપ્રતિનિધિત્વ ધારા કાયદામાં કયા કયા સુધારા કરવા પડશે. પુરતા પ્રમાણમાં વોટિંગ મશીન અને સુરક્ષા જવાનોની જરૂર પણ રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનરનું કહેવું છે કે, એક સાથે ચૂંટણી ચોક્કસપણે યોજાઈ શકે છે. દેશમાં પ્રથમ ચાર ચૂંટણી રાજ્યોની સાથે જ થઇ હતી. ૧૯૬૭ સુધી એક સાથે ચૂંટણી યોજવાની પરંપરા હતા. મશીનો પુરતા પ્રમાણમાં રહે તો શક્ય બની શકે છે. આમા કોઇ તકલીફ આવી શકે તેમ નથી. કેટલીક રાજ્ય વિધાનસભાઓને પણ આ દિશામાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપવું પડશે. જો આ રાજ્ય વિધાનસભાઓને નિર્ધારિત સમય કરતા પહેલા ભંગ કરવામાં આવે તો એક સાથે ચૂંટણી માટેનું ચિત્ર ઉભું થઇ શકે છે. ચૂંટણી પંચ દ્વારા આ દિશામાં સૌથી વધુ પહેલ કરવામાં આવી શકે છે. પંચ દ્વારા આજે આ સંદર્ભમાં ફરી એકવાર પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

(7:30 pm IST)