Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

દિલ્હીમાં કોસમોસ બેંકના અેટીઅેમ સર્વરને હેક કરીને રૂપિયા ૯૪ કરોડ ચોરી લીધા

નવી દિલ્હીઃ ફરી એક વખત દેશમાં બેંક છેતરપિંડીનો ભોગ બન્યું છે આ વખતે હેકર્સ દ્વારા બેંકમાં મોટી લૂંટ ચલાવવામાં આવી છે. દેશની સૌથી જૂની કો-ઓપરેટિવ બેંકોમાંની એક કોસમોસ બેંકના એટીએમ સર્વરને હેક કરી હેકર્સે 94 કરોડ રૂપિયા ચોરી લીધા છે. હેકરોએ સર્વર હેક કરી બેંકના રૂપે અને વીઝા ડેબિટ કાર્ડની માહિતી ચોરી લીધી હતી. ત્યાર બાદ તે માહિતીનો ઉપયોગ કરી પૈસા વિદેશોમાં પણ રફે દફે કર્યાનું બહાર આવી રહ્યું છે.

હેકર્સ દ્વારા 94.42 કરોડ રૂપિયા દેશની બહાર મોકલવામાં આવ્યાં. ચોરી કરવામાં આવેલી માહિતીના આધારે 12 હજારની આસપાસની લેવડ દેવડ પણ કરવામાં આવી. આ તમામ લેવડ-ડેવડ દેશની બહાર કરવામાં આવી છે. આ 12 હજારની એ લેવડ-દેવડ મારફતે 78 કરોડ રૂપિયા ચોરવામાં આવ્યા.

આ ઉપરાંત આવી જ વધુ એક લેવડ દેવડ 2800ની કરવામાં આવી. તેમાં પણ લગભગ 80 લાખ રૂપિયા ચોરવામાં આવ્યાં. એક ટ્રાંજેક્શનામાં પૈસા હોંગકોંગના હેંગસેંગ બેંકમાં મોકલવામાં આવ્યા.

આ પૈસા ALM ટ્રેડિંગ લિમિટેડના નામે મોકલવામાં આવ્યા હતાં. આ બેનિફિશરિને 12 કરોડ મળ્યાં. આ પ્રકારે ફ્રોડ મારફતે 94 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી. આ મામલે એક અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ અને હોંગકોંગની સંબંધીત કંપની વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

ડિજિટલ સમયમાં ઝડપથી ડિઝિટલ બેંકિંગનો વ્યાપ વધ્યો છે. તેની સાથે જ એટલા ઝડપી ફ્રોડ પણ વધી રહ્યાં છે. ગેરરીતિ આચરનારાઓ આ માટે અનેક રસ્તાઓ અપવાને છે. તેમાં માલવેયર મારફતે સિસ્ટમને હેક કરવાથી લઈને ક્લોનિંગનો પણ સમાવેશ થાય છે.

(10:04 am IST)