Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

દેશમાં પ્રથમ ઓનલાઈન જંગી ફ્રોડનો મામલો બહાર આવ્યો : કોસમોસ બેન્કના ખાતામાંથી ૯૪ કરોડ રૂપિયા ઉપાડી લેવાયા

મુંબઈ : કોસમોસ બેન્કની પુણા ખાતેના હેડકવાર્ટરનું સર્વર હેક કરી ૯૪ કરોડ રૂપિયા જેવી જંગી રકમ દેશની બહાર ટ્રાન્સફર કરવાનો સનસનાટીભર્યો મામલો બહાર આવ્યો છે : હેકરોએ હોંગકોંગ અને ભારતમાં રહીને સર્વર હેક કરી આ ચોરીને મૂર્તિમંત કરેલ : એફઆઈઆર મુજબ આ બનાવમાં હોંગકોંગની એક કંપની અને એક અજ્ઞાત વ્યકિતને આરોપી બનાવવામાં આવેલ છે : સૌપ્રથમ હેકરોએ ૧૧ ઓગષ્ટે બપોરે ૩ થી રાત્રે ૧૦ સુધીમાં બેન્કના સર્વરમાં ઘૂસીને લગભગ ૧૫ હજાર બેન્ક વ્યવહારો કરી ૭૮ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા : જેમાં એકવાર તો તેમણે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને વિઝા મારફત અઢી કરોડના ટ્રાન્ઝેકશન પણ કર્યા હતા : આ પછી ચોરી નહિં પકડાતા ૧૩ ઓગષ્ટે આ હેકર્સોએ બેન્કમાંથી ફરી ૧૪ કરોડ ટ્રાન્સફર કરી લીધા : બેન્કની ફરીયાદ ઉપરથી પોલીસે અજ્ઞાત હેકર્સ અને એએલએમ ટ્રેડીંગ લી. તથા હેંગસેંગ બેન્ક વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે

(5:18 pm IST)