Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

દેશમાં હાલમાં લોકડાઉનની જરૂર નથી : જો કોવિદ -19 ના કેસ વધે તો જે તે રાજ્યને લોકડાઉનના અધિકાર અપાયેલા જ છે : દેશમાં ફરીથી લોકડાઉન આવશે તેવી લોકોની અટકળનો અંત : ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે આપેલી ધરપત

ન્યુદિલ્હી : દેશમાં ફરીથી લોકડાઉન આવશે તેવી લોકોની અટકળનો અંત લાવતી જાહેરાત તાજેતરમાં  ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કરી છે.તેમણે જણાવ્યું છે કે દેશમાં હાલમાં લોકડાઉનની જરૂર નથી .જો કોવિદ -19 ના કેસ વધે તો જે તે રાજ્યને લોકડાઉનના અધિકાર અપાયેલા જ છે.તેઓ કોઈ વિસ્તાર કે શહેરમાં ચોક્કસ દિવસો પૂરતું કે ચોક્કસ સમય પૂરતું લોકડાઉન લાદી શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે મધ્ય પ્રદેશે દર રવિવારે અને યુ.પી.એ દર શનિવાર અને રવિવારે બજારો બંધ રાખવાનું નક્કી કર્યું છે.રાજ્ય સરકારો યોગ્ય લાગે તે વિસ્તારમાં જરૂર મુજબ લોકડાઉનનો આદેશ આપી શકે છે.જેથી કોરોના વાઇરસના કેસ વધતા અટકાવી શકાય
હાલમાં રાજ્યો સાથે કંટેનમેન્ટ ઝોન ઉપર ફોકસ કરવા કામ ચાલી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું

(8:01 pm IST)