Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ભારતના H-1B અને H -4 વિઝાધારકોએ ટ્રમ્પ વહીવટી તંત્ર ઉપર કોર્ટ કેસ કર્યો : કોવિદ -19 ને કારણે ભારતમાં રોકાઈ જવા મજબુર બનેલા 174 વિઝાધારકો ટ્રાવેલ ઉપર પ્રતિબંધ મુકાવાથી અટવાઈ પડ્યા

પુના : ભારતના H-1B અને H -4 વિઝાધારકોએ ટ્રાવેલ બાન બદલ ટ્રમ્પ વહીવટી તંત્ર ઉપર કોર્ટ કેસ  કર્યો છે. જે અંતર્ગત 7 સગીર સહીત 174 વિઝાધારકોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાનું જાણવા મળે છે.
કોર્ટ સમક્ષ કરાયેલી રજુઆત મુજબ ટ્રમ્પ  શાસને  H-1B   વિઝા ઉપર 2020 ની સાલ માટે પ્રતિબંધ મુક્યો  છે.પરંતુ આ વિઝા ધરાવતા અને કોવિદ -19 પહેલા વતન ભારતમાં આવેલા 174 નાગરિકો લોકડાઉન દરમિયાન વિઝા રીન્યુ કરાવી શક્યા નથી.અને હવે ટ્રમ્પ શાસને આ વિઝાધારકો માટે ટ્રાવેલ બાન મૂકી દેતા તેઓની હાલત કફોડી થઇ ગઈ છે.
વિશેષમાં જણાવાયા મુજબ H-1B  વિઝાધારકોને નોકરી જવાનો ભય છે.અને તેમના ભારત આવેલા આશ્રિતો પરિવારથી વિખુટા પડી ગયા છે.

(7:36 pm IST)