Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

Jio આવતા વર્ષે મેડ ઈન ઈન્ડિયા 5G સર્વિસ લોન્ચ કરશે : Jio અને Google સાથે મળીને ભારતને 2G મુકત બનાવશે : અમે ઈચ્છીએ છીએ કે દરેક ભારતીયના હાથમાં સ્માર્ટ ફોન હોય : મુકેશ અંબાણી

રિલાયન્સની ૪૩મી AGMમાં ઈશા અંબાણીએ પણ સંબોધન કર્યુ

રાજકોટ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ૪૩મી એજીએમ આજે મળી હતી. જેમાં મુકેશ અંબાણીએ પ્રવચન આપ્યુ હતું અને પ્રથમવાર ઈશા અંબાણીએ પણ પ્રવચન આપ્યુ હતું.

#RILAGM : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૩મી AGM માં ઈશા અંબાણીએ જણાવ્યું કે JioMeet સસ્તું અને ખૂબ સુરક્ષિત વીડિયો કોન્ફરન્સિંગ એપ છે. તે અસલ જિંદગીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવે છે.

આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૩મી AGM (RIL 43rd AGM 2020) મળી છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણી (Reliance Industry Chairman Mukesh Ambani) શેરહોલ્ડર્સને વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરી રહ્યા છે. ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે, જિયોએ મેડ ઇન ઇન્ડિયા 5G સોલ્યૂશન તૈયાર કરી લીધું છે. જે ભારતમાં વર્લ્ડ કલાસ 5G સર્વિસ પ્રદાન કરશે. આ સાથે તે પણ જણાવ્યું કે, સ્પેકટ્રમ આવતાની સાથે આનું ટ્રાયલ પણ શરૂ થઇ જશે.

મુકેશ અંબાણીએ જિયોનાં 5G સોલ્યૂશનને પીએમ મોદીનાં આત્મનિર્ભર ભારતને સમર્પિત કર્યું છે. જેને આવતા વર્ષ સુધી રજૂ કરવામાં આવશે. આ ૧૦૦ ટકા મેઇડ ઇન ઇન્ડિયા હશે.

ઙ્ગઆ દરમિયાન મુકેશ અંબાણી તરફથી જિયો પ્લેટફોર્મ્સના સતત ૧૪માં રોકાણ નવા પાર્ટનરની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીની જાહેરાત પ્રમાણે સર્ચ એન્જિન ગૂગલ Jio Platformsમાં ૩૩,૭૩૭ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ગૂગલ Jio Platformsમાં આ રોકાણ સાથે ૭.૭ ટકા હિસ્સો ખરીદશે. આ સાથે જ Jio Platforms તરફથી અત્યાર સુધી વિવિધ પાર્ટનર્સ પાસેથી ૧,૫૨, ૦૫૬ કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે.

આકાશ અંબાણીએ AGM માં JioTV+ ને રજૂ કર્યુ છે. તેમણે કહ્યું કે JioTV+ માં વર્લ્ડ લિડીંગ 12 OTT કંપનીઓનાં કન્ટેન્ટ હશે. તેમાં Netflix, Amazon Prime, Disney+ Hotstar, Voot, SonyLiv, Zee5, JioCinema, JioSaavn, YouTube જેવી અન્ય એપ્સ પણ શામેલ હશે.

 Jio આવતા વર્ષે લોન્ચ કરશે મેડ ઇન ઇન્ડિયા 5G સર્વિસ - મુકેશ અંબાણીની જાહેરાત

ઇન્ડસ્ટ્રિઝ (Reliance Industries)ની ૪૩મી AGM‚ માં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણી (RIL Mukesh Ambani)એ સર્ચ એન્જિન જાયન્ટ ગૂગલ (Google) સાથે પાર્ટનરશીપની જાહેરાત કરી છે. જાહેરાત પ્રમાણે ગૂગલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ હેન્ડ Jio Platforms માં ૭.૭ ટકા હિસ્સો ખરીદી અને ૩૩,૭૩૭ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ચેરમેન મુકેશ અંબાણીએ Jio અને ગૂગલની પાર્ટનરશીપથી થનારા ફાયદા ગણાવ્યા હતા. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમે ભારતને 2G મુકત કરવા માંગીએ છીએ.

Jio અને Google સાથે મળીને ભારતને 2G મુકત બનાવશે : મુકેશ અંબાણી

હાલમાં દેશમાં ૩૫૦ મિલિયન લોકો ફિચર કે બેઝિક ફોન વાપરે છે. અમે ઇચ્છીએ છીએ કે ભારત ૨જી મુકત બને અને દરેક ભારતીયના હાથમાં સ્માર્ટફોન હોય : મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એજીએમમાં કહ્યું કે ગૂગલ અને જિયો સાથે મળી એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે. જે એન્ટ્રી લેવલના 4G/5G સ્માર્ટફોન માટે હશે. જિયો અને ગૂગલ મળીને ભારતને 2G મુકત બનાવશે.

(4:25 pm IST)