Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

તાઇવાનની સંસદમાં છૂટા હાથની મારામારીઃ અનેક સાંસદો ઘાયલ

તાઇપેઃ તાઇવાનની રાજધાની તાઇપેમાં આવેલ સંસદભવનમાં આજે ઉમેદવારી નોંધાવા બાબતે જોરદાર મારપીટ સર્જાયેલ છે, જેમાં એક સાંસદ ગંભીર ઘાયલ થયાના અને કાચનો ભુકકો બોલાવાયાના અહેવાલો મળે છે. બંને પક્ષના સંખ્યા બંધ સાંસદો ઘવાયા છે.

મળતી વિગતો મુજબ વિરોધપક્ષ કોઉમિતાંગ પક્ષના સાંસદો સત્તારૂઠ, ડેમોક્રેટિક પ્રોગેસીવ પક્ષના સાંસદો સાથે અથડાઇ પડયા હતા.

બંને પક્ષના સમર્થકો-સાંસદોમાં બરાબરની મારપીટ-ધોલાઇ થઇ જેમાં વિરોધપક્ષ કોઉમિતાંગ પક્ષના એક સાંસદ ગંભીર રીતે ઘવાયા હતા.

સંસદ ભવન બિલ્ડીંગના કાચનો ભુકકો બોલાવાયો હતો અને એક સાંસદનો હાથ થોડો કપાઇ ગયેલ. આ મારામારીમાં બંને પક્ષના સંખ્યાબંધ સાંસદો ઘવાયાના હેવાલો પણ મળે છે.

તાઇવાનની સંસદ આ પહેલા પણ મારામારી અને ધોલધપાટ માટે કુખ્યાત બની છે અહિં અવારનવાર સાંસદો  ઉગ્ર બની હાથ ઉપાડી લેતા હોય છે.

૪ વર્ષ પૂર્વે સરકારની સુધારનીતી અને પેન્શનમાં કાપ મુકવાના વિરોધમાં સંસદમાં અભૂતપૂર્વ મારામારી થઇ ચુકેલ છે.

સાંસદમાં ચેન ચુને સંસદની કંટ્રોલ યુઆન સમીતીના અધ્યક્ષપદે ચૂંટી કાઢવામાં આવ્યા છે. જે સરકારની અન્ય શાખાઓ ઉપર દેખરેખ રાખે છે. જેનો કોઉમિતાંગ વિરોધ પક્ષે વિરોધ કરેલ.

વિપક્ષે કહેલ કે કંટ્રોલ યુઆનના ૨૭ નિયુકત સભ્યોમાં શાસક ડેમોક્રેટીક પક્ષના ૨૪ સાંસદોને ભરી દેવામાં આવ્યા છે. વિપક્ષ કોઉમિતાંગ પક્ષે કહેલ કે અમે ભ્રષ્ટ લોકોની આ યાદીનો વિરોધ કરીએ છીએ.

આ લીસ્ટ પાછું ખેંચી લેવુ જોઇએ. આ પૂર્વે કોઉમિતાંગ - કેએમટી-પક્ષની તાઇવાન ઉપર તાનાશાહી હતી ત્યારે આ વખતે કંટ્રોલ યુઆનના ચેરમેન પદે ચુંટાયેલા ચેન-ચુને ૬ વર્ષ માટે જેેલભેગા કરી દેવામાં  આવેલ હતા.

(4:15 pm IST)