Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

યુકેમાં આગામી શિયાળામાં વાયરસથી લાખો લોકોના મોત થાય તેવી સંશોધકોની ચેતવણી

કોવિડ-૧૯નું બીજું મોજું પહેલાં મોજા કરતાં વધારે ગંભીર પુરવાર થશે

લંડન, તા.૧૫: વિશ્વનાં ઘણા દેશોમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આગામી શિયાળામાં યુકેમાં કોરોના વાઇરસના ટેપનું સંભવિત નવું મોજું હોસ્પિટલમાં ૧,૨૦,૦૦૦ મોતને નોતરશે તેમ એકેડમી ઓફ મેડિકલ સાયન્સીઝના સંશોધકોએ તેમના અહેવાલમાં જણાવ્યું છે. કોવિડ-૧૯નું બીજું મોજું પહેલાં મોજા કરતાં વધારે ગંભીર પુરવાર થશે કેમ કે એ સમયે વર્તમાન કોરોનાના દર્દીઓની સારવાર ઉપરાંત નેશનલ હોલ્થ સવસને વાષક ફલુની સિઝનનો પણ સામનો કરવો પડશે.

શિયાળામાં યુકેમાં સામાન્ય રીતે પણ હોસ્પિટલો પર ભારણ વધે છે કેમ કે આ સિઝનમાં હૃદયરોગોના દર્દીઓની તથા શ્વાસોચ્છવાસના રોગના દરદીઓની હાલત ઓર કથળે છે. તેમાં શિયાળામાં કોરોના ઠંડા હવામાનને કારણે બંધ ઘરોમાં ઓર પ્રસરશે તેમ આ અહેવાલમાં જણાવ્યું છે. શિયાળામાં ફલુના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઇ જાય ત્યારે તેને વિન્ટર ક્રાઇસીસ કહેવામાં આવે છે. આ સ્થિતિ ટાળવા માટે ફલુની રસીની વ્યવસ્થા કરવાનું મહત્વનું બની રહેશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સૌથી વધારે મરણ નોંધાશે તેમ આ અહેવાલ તૈયાર કરનારા વિજ્ઞાાનીઓએ જણાવ્યું હતું.

દરમ્યાન મરણના પ્રમાણપત્રોને આધારે કોરોનાના દર્દીઓની ગણતરી કરનાર ધ ઓફિસ ઓફ નેશનલ સ્ટેટેસ્ટીકસે જણાવ્યું હતું કે ઇન્ગ્લેન્ડ અને વેલ્શમાં ૨૮ ડિસેમ્બર અને ૩ જુલાઇ દરમ્યાન કુલ મરણાંક ૫૦૦૦૦ કરતાં વધારે નોંધાયો છે. આ આંકમાં સ્કોટલેન્ડ અને નોર્ધન આયરલેન્ડના મરણોનો સમાવેશ થતો નથી. દરમ્યાન માસ્ક પહેરવાનું ફરજિયાત કરવા બાબતે અવઢવમાં રહેલી યુકેની સરકારે હવે આ બાબતે મક્કમ પગલું ભરી ૨૪ જુલાઇથી દુકાનોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. જે લોકો તેમનો ચહેરો ઢાંકવામાં નિષ્ફળ જશે તેમને ૧૦૦ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવશે. જો દંડની રકમ ૧૪ દિવસમાં ચૂકવવામાં આવશે તો ૫૦ પાઉન્ડનો જ દંડ કરાશે. પર્યાવરણ પ્રધાન જયોર્જ યુસ્ટિસે જણાવ્યું હતું કે કોઇપણ પ્રકારે ચહેરો ઢાંકવો જરૂરી છે. સ્કોટલેન્ડમાં ૧૦ જુલાઇથી જ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. દરમ્યાન અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીને વાઇરસ ફેલાવીને દુનિયા સાથે જે કર્યું છે તે કદી ભૂલવું ન જોઇએ.ટ્રમ્પ દ્વારા અમેરિકામાં કરવામાં આવેલાં ટેસ્ટિંગની પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે દુનિયામાં બેસ્ટ કોવિડ ટેસ્ટિંગ પ્રોગ્રામ અમેરિકાનો છે. ભારત, ચીન અને બ્રાઝિલ કરતાં પણ અમેરિકાનો પ્રોગ્રામ બહેતર છે. જેના કારણે અમેરિકામાં સૌથી ઓછો મૃત્યુ દર નોંધાયો છે.અમેરિકામાં પોઝિટિવ કેસોની સંખ્યા મારી સરકારના ટેસ્ટિંગના વિરાટ પ્રયાસોને આભારી છે. આ એક બેધારી તલવાર છે. આપણે ૪૫ મિલિયન ટેસ્ટ કર્યા છે. જો આપણે અડધા ટેસ્ટ કર્યા હોત તો કેસની સંખ્યા પણ અડધી હોત. તો દરેક જણ એમ કહેત કે આપણે કેસની બાબતે સારો દેખાવ કરી રહ્યા છીએ.

(4:14 pm IST)