Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જયોતિરાદિત્ય સિંધિયા નહીં: 'રેડ્ડી ફોર્મ્યુલા'થી ભાજપની મદદ વગર કોંગ્રેસનો હિસાબ પુરો કરશે પાઈલટ?

જગન મોહન રેડ્ડીનો એક આવો જ મામલો યાદ આવે છે જેનાથી સચિન પાઈલટનાં ભવિષ્યને લઈને અનુમાન લગાવવામાં આવી શકાય છેઃ જગન મોહન રેડ્ડી અત્યારે આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી છેઃ વર્ષ ૨૦૦૯ સપ્ટેમ્બરમાં આંધ્ર પ્રદેશનાં તત્કાલીન મુખ્યમંત્રી વાઈ.એસ. : રાજશેખર રેડ્ડીનું હવાઈ દુર્ઘટનામાં મોત થઈ ગયું હતુઃ તે સમયે જગને કોંગ્રેસની સામે ડિમાન્ડ રાખી હતી કે તેમને પિતાની વિરાસત મળે અને સીએમની ખુરશી પર બેસાડવામાં આવેઃ પરંતુ કોંગ્રેસનાં રાજય યૂનિટ અને કેન્દ્રિય હાઈકમાન્ડે જગનને વધારે ગંભીર રીતે લીધા નહીં

જયપુર, તા.૧૫: રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની વિરુદ્ઘ ઉપ-મુખ્યમંત્રી સચિન પાઈલટનાં બળવા બાદ રાજકીય જૂથોમાં ફકત એક જ ચર્ચા છે કે હવે શું થશે? સીએમ અશોક ગેહલોતે જે રીતે ૧૦૦થી વધારે ધારાસભ્યોની પ્રસ્તુતિ મીડિયા સામે કરાવી દીધી તેનાથી લાગી રહ્યું છે કે વર્ચસ્વની જંગમાં પાઈલટ પહેલી બાજી હારી ગયા છે, પરંતુ એ પ્રશ્નનો જવાબ અત્યાર સુધી નથી મળી શકયો કે આખરે પાઈલટનું આગળનું પગલું શું હશે? પહેલી નજરમાં લાગી રહ્યું હતુ કે પાઈલટ પોતાના દોસ્ત જયોતિરાદિત્ય સિંધિયાનાં રસ્તે જશે. બુધવારનાં પાઈલટનાં નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે પાઈલટ બીજા સિંધિયા બનવા નથી જઈ રહ્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે બીજેપીનો વિરોધ કરીને તેમણે રાજનીતિ કરી તેની સાથે કેવી રીતે ઉભા રહી શકે.

આખા પ્રકરણમાં બીજેપીનાં કેટલાક નેતા જે રીતે પાઈલટ પ્રત્યે સહાનુભૂતિ પ્રકટ કરતા નિવેદન જાહેર કરી રહ્યા છે તેનાથી જનતાનાં મનમાં અસમંસજ હતી કે શું પાઈલટ મોદી-શાહનાં નેતૃત્વને નમન કરવાનું મન બનાવી ચુકયા છે? ઈન્ટરવ્યૂમાં પાઈલટ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે રાજનીતિની ગરમાગરમી વચ્ચે બીજેપીનાં કોઈ મોટા નેતાથી તેમની વાતચીત અથવા મુલાકાત નથી થઈ. પાઈલટની કહેલી આ વાતો બાદ રાજકીય સસ્પેન્સ વધારે વધી ગયો છે. રાજનીતિની પાઠશાળામાં કહેવામાં આવે છે કે જયારે પણ અસંમજસની સ્થિતિ બને તો ઈતિહાસનાં પાના પલટવા જોઈએ.

ગત ઘટનાઓથી આગળનું અનુમાન લગાવી શકાય છે. આ પ્રમાણે છેલ્લા ૨ દશકની ભારતીય રાજનીતિ પર નજર કરીએ તો જગન મોહન રેડ્ડીનો એક આવો જ મામલો યાદ આવે છે જેનાથી સચિન પાઈલટનાં ભવિષ્યને લઈને અનુમાન લગાવવામાં આવી શકાય છે. જગન મોહન રેડ્ડી અત્યારે આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી છે. વર્ષ ૨૦૦૯ સપ્ટેમ્બરમાં આંધ્ર પ્રદેશનાં તત્કાલીન મુખ્યમંત્રી વાઈ.એસ. રાજશેખર રેડ્ડીનું હવાઈ દુર્દ્યટનામાં મોત થઈ ગયું હતુ. તે સમયે જગને કોંગ્રેસની સામે ડિમાન્ડ રાખી હતી કે તેમને પિતાની વિરાસત મળે અને સીએમની ખુરશી પર બેસાડવામાં આવે, પરંતુ કોંગ્રેસનાં રાજય યૂનિટ અને કેન્દ્રિય હાઈકમાન્ડે જગનને વધારે ગંભીર રીતે લીધા નહીં.

જયારે જગને બળવા અને વિરોધનાં સુર તેજ કર્યા તો કોંગ્રેસ નેતૃત્વએ તેમને બહારનો રસ્તો બતાવી દીધો. ત્યારબાદ જગન મોહન રેડ્ડીએ લગભગ ૨ વર્ષ સુધી રાજયનાં અલગ-અલગ ભાગોનો પ્રવાસ કર્યો, ત્યારબાદ ૧૨ માર્ચ ૨૦૧૧ના વાઈએસઆર કોંગ્રેસની સ્થાપના કરી. કુલ મળીને જગન મોહન રેડ્ડીએ લગભગ ૧૦ વર્ષ સુધી જનતા સાથે ઉભા રહીને સંદ્યર્ષ કર્યો. ત્યારબાદ ૨૦૧૯ના લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે આંધ્ર પ્રદેશની સત્તા પર કબજો કર્યો.

(4:08 pm IST)