Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રેખાની બાજુમાં જ રહેતા ઝોયા અખ્તરનો બંગલો પણ સીલ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સતત વધતા કોરોનાનાં કેસને કારણે સૌ કોઈ પરેશાન છે. તેમાં પણ આ કોરોનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ નજર બગાડી છે. એક બાદ એક ફિલ્મી હસ્તીઓનાં ઘરમાંથી ખબર આવી રહી છે. કે તેમનાં કોઈને કોઈ સંબંધીને કોરોનાનો ચેપ લાગી ગયો છે.

ં રેખાનાં સિક્યોરિટી ગાર્ડ અને બાદમાં ખુદ અમિતાભ બચ્ચન, અભિષેક, ઐશ્વર્યા અને તેની પુત્રીને પણ કોરોના રિપોર્ટ આવતા તેનો બંગલો સીલ કરવામાં આવ્યો છે. ત્યારે હવે અભિનેત્રી ઝોયા અખ્તરનો બંગલો પણ સીલ કરવામાં આવ્યો છે. ઝોયા અખ્તર રેખાના બંગલાની બરાબર બાજુમાં જ રહે છે.

(4:06 pm IST)