Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ભારતીય ઈ-કોમર્સ ફલીપકાર્ટમાં અધધ..૯,૦૪૫ કરોડ રૂ.નું રોકાણ કરશે

નવી દિલ્હીઃ યુએસ રિટેલ કંપની વોલમાર્ટની આગેવાની હેઠળના આ જુથ ભારતીય ઈ-કોમર્સ ફ્લિપકાર્ટમાં રૂ.૯,૦૪૫કરોડનું રોકાણ કરશે. આ સાથે, ફ્લિપકાર્ટ તેના મહત્વના હરીફો એમેઝોન અને મુકેશ અંબાણીની જિયોમાર્ટને ભારતીય બજારમાં પડકારવા સારી સ્થિતિમાં રહેશે.

ઈ- કોમર્સ  કંપનીમાં વોલમાર્ટનો બહુ મોટો હિસ્સો છે. વોલમાર્ટેમાં ૧.૨ અરબ ડોલરના રોકાણ સાથે ૨૦૧૮ માં ફ્લિપકાર્ટમાં ૭૭ ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. બંને કંપનીઓએ નિવેદનમાં જણાવ્યું છે કે વોલમાર્ટ સાથે જૂથના હાલના શેરહોલ્ડરો પણ રોકાણના આ તબક્કામાં ભાગ લે છે.

આ રોકાણ બાદ ફ્લિપકાર્ટનું મૂલ્ય ૨૪.૯ અબજ ડોલર રાખવામાં આવ્યું છે. બે વર્ષ પહેલા ફ્લિપકાર્ટનું મૂલ્યાંકન ૨૦.૮ અરબ ડોલર કરવામાં આવ્યું હતું.

ફ્લિપકાર્ટને નાણાકીય વર્ષના બાકીના સમયગાળામાં બે તબક્કામાં ધિરાણ મળશે. જોકે, ફ્લિપકાર્ટે આ વાતનો ખુલાસો કર્યો નથી કે કયા અન્ય શેરહોલ્ડરો કંપનીમાં રોકાણ કરે છે. ફ્લિપકાર્ટે કહ્યું કે આ નવી મૂડી સાથે, મોદીને ભારતીય માર્કેટમાં તેમના ઇ-કોમર્સ માર્કેટ પ્લેસને વધુ વિસ્તૃત કરવા લાગ્યા. વિશ્વનું બીજું મોટું ઇન્ટરનેટ માર્કેટ હવે કોવિડ -૧૯ કટોકટીમાંથી બહાર આવ્યું છે.

ફ્લિપકાર્ટના સીઈઓ, ફ્લિપકાર્ટના ચીફ એકિઝકયુટિવ ઓફિસર (સીઈઓ) કલ્યાણ કૃષ્ણમૂર્તિએ નિવેદન આપ્યું હતું કે વોલમાર્ટની કંપનીમાં પ્રારંભિક રોકાણ હોવાથી, અમે તકનીકી, ભાગીદારી અને નવી સેવાઓ દ્વારા આપણી ઓફરમાં નોંધપાત્ર વધારો કર્યો છે. 'આજે  ઇલેકટ્રોનિકસ અને ફેશન ક્ષેત્રમાં મોખરે છીએ અને અન્ય સામાન્ય કેટેગરીમાં અને કરિયાણા વગેરેમાં આપણો હિસ્સો વધારી રહ્યા છીએ.

(4:05 pm IST)