Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ભાજપને રાજસ્થાનમાં સફળતા નહિ મળે : ગેહલોત

અમારી સરકાર સ્થિર છે, સ્થિર રહેશે અને પાંચ વર્ષ શાસન પૂર્ણ કરશે જ : અશોક ગેહલોતે ટિવટ કરી કહ્યું કે મહામારીમાં અમે તનતોડ મહેનત કરી રહ્યા છીએ, ત્યારે સરકારને પાડવાની કોઇ હિંમત કરે તે દુર્ભાગ્ય પૂર્ણ છે

નવી દિલ્હીઃ રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલ રાજકીય ઉથલ પાથલ વચ્ચે અશોક ગહેલોત ભાજપ પર નિશાન તાકતા કહ્યુ કે, ભાજપએ કર્ણાટક અને મધ્યપ્રદેશની જેમ રાજસ્થામાં ખુલ્લો ખેલ ખેલ્યો પણ તેની માત થઇ છે. ગેહલોત આ પહેલા પણ કહી ચૂકયા છે કે ભાજપા સરકારને પાડવાના ષડયંત્રો રચી રહી છે.

ગેહલોત ટવીટ કરીને કહ્યું, સરકારે ગુડ ગવર્નસ આપવાનું છે. અમે પ્રજાને જે વચનો આપ્યા છે તે પુરા કરવાના છે. કોવિડ મહામારીના સમયમાં અમે લોકો તનતોડ મહેનત કરી રહ્યા છીએ. ત્યારે સરકારને પાડવાની કોઇ હિંમત કરે તે દુર્ભાગ્ય પુર્ણ ગણાય કે નહીં

રાજસ્થાનના મુખ્ય પ્રધાન ગેહલોતે કહ્યું કે ભાજપ નેતાઓ તેમની ચુંટાયેલી સરકારને પાડવાની કોશિષ કરી રહ્યા છે. પણ સરકાર સ્થિર છે, સ્થિર રહેશે અને પાંચ વર્ષ ચાલશે ગેહલોતે એમ પણ કહ્યું કે ભાજપના સ્થાનિક નેતા પોતાના કેન્દ્રીય નેતૃત્વના ઇશારે રાજસ્થાનમાં સરકારને અસ્થિર કરવાના ષડયંત્રો રચી રહ્યા છે.

ગેહલોતે કહ્યું કે કોરોના સામેનો જંગ લડવા માટે મેં બધાને સાથે લઇને ચાલવાની કોશિષ કરી હતી પણ ભાજપા નેતાઓએ માનવતા અને માણસાઇની બધી હદો પાર કરી દીધી છે. એક તરફ અમે લોકોના જીવન અને આજીવીકા બચાવવામાં લાગ્યા છીએ તો બીજી તરફ તે લોકો સરકારને પાડવામાં લાગ્યા છે.

(2:56 pm IST)