Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ચીની કંપની હુવાવે ઉપર બ્રિટનમાં પ્રતિબંધઃ બિસ્તરા-પોટલા બાંધવા આદેશ

ડેટા ચોરીને બ્રિટનની ગુપ્ત માહીતી ચીનને પહોંચાડવાનો આરોપ

 લંડનઃ ભારતે ચાઇનીઝ એપ ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ અમેરિકા અને બ્રિટને પણ ચીનની કંપની હુવાવે પર દેશમાં ૫હ્વક નેટવર્ક લગાવવા અંગે પ્રતિબંધિત મૂકી દીધો છે. બ્રિટિશ સરકારે તેની ટેલિકોમ કંપનીઓને ૨૦૨૭ સુધી ૫જી નેટવર્કમાંથી હુવાવેનાં તમામ ઉપકરણો હટાવી દેવા જણાવી દીધું છે, અમેરિકા એ તો પહેલે થીજ પોતાના દેશમાં હુવાવેના ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનના નેતૃત્વ હેઠળ યોજાયેલી નેશનલ સિકયોરિટી કાઉન્સિલની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં નક્કી કરાયું કે બ્રિટનમાં ૫જી નેટવર્કના નિર્માણમાં ચીનની કંપનીની ભાગીદારીને ખતમ કરી દેવાશે. બ્રિટિશ સરકારે આ નિર્ણય નેશનલ સાઈબર સિકયોરિટી કાઉન્સિલના રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ લીધો હતો. ચીનની કંપની હુવાવે પર ડેટા ચોરી અને ગુપ્ત માહિતીઓ ચીનની સરકાર સુધી પહોંચાડવાનો આરોપ મુકાયો છે. 

(2:54 pm IST)