Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

લદ્દાખમાં બન્યો દુનિયાનો સૌથી ઉંચો રોડ

સૈન્યને પીપી ૧૭ સુધી પહોંચવામાં થશે સરળતા

લેહ, તા. ૧પઃ ચીન સરહદે ચાલી રહેલ તંગદિલી વચ્ચે સમાચારો છે કે બીઆરઓએ પૂર્વ લદ્દાખમાં દુનિયાના સૌથી ઉંચો રોડનું કામ લગભગ પુરૂ કરી દીધું છે. આ રોડ દુનિયાના સૌથી ઉંચા મેદાન મરસિમક-લા પરથી પસાર થાય છે અને પેંગોંગ-ત્સો સરોવર નજીકના લુકુંગ અને ફોબરાંગને એલએસીના હોટ-સ્પ્રીંગ સાથે જોડે છે. હોટ-સ્પ્રીંગ એલએસીનો એજ વિવાદિત વિસ્તાર છે જયાં હાલમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે માથાકુટ ચાલી રહી છે.

સુત્રો અનુસાર, મરસિમક-લા રોડની કુલ લંબાઇ ૭પ કિ.મી. છે અને તે લગભગ ૧૮૯પ૩ ફુટની ઉંચાઇ સુધી જાય છે. સરકારે ર૦૧૭માં ડોકલામ વિવાદ પછી તરત જ બીઆરઓ એટલે કે બોર્ડર રોડ ઓર્ગનાઇઝેશનને આ રોડની મંજૂરી આપી હતી. માહિતી અનુસાર કેટલીક જગ્યાએ બ્લેક ટોપીંગને છોડીને આખો રોડ લગભગ તૈયાર થઇ ગયો છે. એટલે હવે તે દુનિયાનો સૌથી ઉંચો મોટરેબલ રોડ બની ગયો છે.

આ રોડ બનવાથી સૈનિકોની મુવમેંટ, ેંગોંગ ત્સો સરોવરથી હોટ સ્પ્રીંગ સુધી બહુ ઝડપથી થઇ શકશે. પહેલા સૈનિકોએ અહીં ટ્રેકીંગ કરીને જવું પડતું હતું, જેના લીધે એલએસીના પેટ્રોલીંગ પોઇન્ટ (પીપી) ૧૭ સુધી પહોંચવામાં બહુ સમય લાગતો હતો, પણ હવે આ રોડ બની જતા સૈનિકો ચંગ-ચેનમો સુધી આ રોડ દ્વારા પહોંચી શકશે અને ત્યાંથી ટ્રેકીંગ કરીને હોટ સ્પ્રીંગ પહોંચી શકશે જે બહુ નજીકમાં જ છે.

(2:53 pm IST)