Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

CBSE બોર્ડના ધો. 10 ના પરિણામો જાહેર કરાયા : દેશભર માથી કુલ 18,73,015 વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાથી 17,13,121 પાસ થયા : 2019 કરતાં આ વખતે 2020નું પરિણામ 0.36% વધ્યું

વિદ્યાર્થીઓ ડિજિલોકર અને ઉમંગ એપ્લિકેશનથી તેમના પરિણામો જોઈ શકે છે : Http://cbseresults.nic.in વેબસાઇટ પર થી પણ રિઝલ્ટ જોઈ શકાશે

નવી દિલ્હી તા. ૧૫ : ભારે રાહ જોવડાવ્યા બાદ આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ૧૮ લાખથી વધુ છાત્રોનું પરિણામ જાહેર કર્યું છે. CBSE ધો. ૧૦નું પરિણામ ખૂબ ઉંચુ CBSE ટકા જાહેર થયું છે. રાજકોટના ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. સૌ વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીણામ નિહાળ્યું હતું.

આખરે લાંબી રાહ જોયા બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશનએ ધો. ૧૦માં (CBSE 10th Class Result 2020)નું પરિણામ જાહેર કર્યું છે. જે સત્તાવાર વેબસાઇટ cbse.nic.in અને cbseresults.nic.in પર જઈને તેમના સ્કોર્સ ચકાસી શકે છે. આ સાથે, ડિજિલોકર અને ઉમંગ એપ પર પણ પરિણામ મળશે. આ વર્ષે ૯૧.૪૬% વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં ૯૩.૩૧% છોકરીઓ અને ૯૦.૧૪% છોકરાઓ પાસ થયા છે. ત્રિવેન્દ્રમ, ચેન્નાઈ અને બેંગ્લુરુ ટોચના ત્રણ પ્રદેશો છે, જેમના વિદ્યાર્થીઓએ આ વર્ષે સારું પ્રદર્શન કર્યું છે.

ગયા વર્ષે પણ ત્રિવેન્દ્રમનું પ્રથમ સ્થાન હતું, અહીં ૯૯.૮૫% વિદ્યાર્થીઓ સફળ થયા હતા. તે જ પ્રમાણે આ વખતે પણ ચેન્નાઈ બીજા સ્થાને છે. ગયા વર્ષે અહીં ૯૯% વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

બાકીની પરીક્ષા આ વર્ષે કોરોના વાયરસને કારણે રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, વૈકલ્પિક મૂલ્યાંકન પ્રણાલીનું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને આંતરિક આકારણીના માપદંડના આધારે માકર્સ આપવામાં આવે છે.

(4:02 pm IST)