Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સંવિધાન નથી કહેતુ કે જાતિ આધારિત અનામત જરૂરી છે

જસ્ટિસ કાટજુએ એક લેખના જવાબમાં અનામત અંગેની વાસ્તવિકતા રજૂ કરી

નવી દિલ્હી તા. ૧૫ : ભારતીય સંવિધાનમાં કોઇ જોગવાઇ નથી જેના હેઠળ જાતિ આધારિત અનામત જરૂરી છે. કલમ ૧૫(૪), ૧૬(૪) અને ૧૬ (6A)માં કહેવામાં આવ્યું. દલિત વર્ગો માટે પ્રશાસન અનામત કરી શકે છે પરંતુ એ કયાંય કહેવામાં આવ્યું નથી અનામત કરવું જરૂરી છે. પ્રોફેસર જીનગર કલમ ૧૪માં આપેલા સમાનતાના અધિકારને આધાર બનાવીને તેને અનામતની અનિવાર્યતાના રૂપે પ્રસ્તુત કરતા પહેલા કહે છે પરંતુ વાસ્તવિકતા શું છે.

ઓબીસીના લોકો આજે દલિત નથી અને તેથી તેના માટે અનામત સંપૂર્ણ રીતે અનુચિત છે. હવે જો એસસી અનામતની વાત કરવામાં આવે તો એ સાચું છે કે એસસીને અનેક ઉચ્ચ જાતિના અનેક લોકો દ્વારા નીચી જાતિના રૂપે જોવામાં આવે છે અને તેની સાથે ભેદભાવ કરવામાં આવે છે તેમ છતાં પણ હું શૈક્ષણિક સંસ્થાનો તેમજ નોકરીઓમાં પ્રવેશ હેતુ તેના માટે કોઇપણ અનામત વિરૂધ્ધ છું.

અનામત બે કારણોથી અનુસૂચિત જાતિના લોકોને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યું છે તે એસસી માટે મનોવૈજ્ઞાનિક બૈશાખીના રૂપે કાર્ય કરે છે તે પ્રકારે તેને કમજોર બનાવે છે. બીજા શબ્દોમાં એસસી યુવાઓમાં એક ધારણા બની જાય છે કે તેને અધ્યયન કરવા અને કડક મહેનત કરવાની જરૂરીયાત નથી. કારણ કે એવું કર્યા વગર પણ તેમજ પ્રવેશ અથવા નોકરી મળી જશે.

દરેક જાતિના અથવા ધર્મોના ગરીબ બાળકોને વિશેષ સુવિધાઓ અને મદદ કરવી જોઇએ. જેથી તેને અવસરોનો લાભ ઉઠાવા માટે બરાબરીના સ્તર ઉભા રાખી શકાય. અનામત ફકત ૧ ટકાથી ઓછાને લાભ આપે છે. જ્યારે તે ભ્રમ પેદા કરે છે કે દરેક અનુસૂચિત જાતિના લોકો તેનાથી લાભાન્વિત થાય છે. ભારતમાં અનુસૂચિત જાતિના અંદાજે ૨૨ કરોડ લોકો છે પરંતુ તેના માટે અનામત નોકરીઓ ફકત અમુક લાખ જ છે તેથી ખૂબ જ ઓછા અનુસૂચિત જાતિના લોકોને અનામતનો લાભ મળે છે અને ત્યાં સુધી કે વધુ પડતા ક્રીમીલેયરથી હશે.

(1:02 pm IST)