Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

એરટેલની નવી વીડિયો કોન્ફ્રન્સિંગ એપ બ્લુજીન્સ લોન્ચ કરાઈ: ઝૂમ અને જીઓમેટને આપશે ટક્કર

પ્રથમ ત્રણ મહિના માટે આ સેવા તદ્દન ફ્રી પૂરી પાડવામાં આવશે

મુંબઈ: દેશની બીજી સૌથી મોટી મોબાઈલ ઓપરેટર કંપની ભારતી એરટેલ અને અમેરિકાની દિગ્ગજ ટેલિકૉમ કંપની  વેરિઝૉનએ સંયુક્ત રીતે એક નવી વીડિયો કૉન્ફ્રન્સિંગ એપ “એરટેલ બ્લૂજીન્સ” લૉન્ચ કરી છે. એરટેલની આ વીડિયો કૉન્ફ્રન્સિંગ એપ Zoom અને JioMeet સહિતની અન્ય વીડિયો કૉન્ફર્ન્સિંગ એપ્સને ટક્કર આપશે.

આ અંગે ભારતી એરટેલના મુખ્ય કાર્યકારી અધિકારી ગોપાલ વિટ્ટલે એરટેલ બ્લૂજીન્સ એપ વિશે જાણકારી આપતા જણાવ્યું કે, Airtel BlueJeans એક સુરક્ષિત એપ છે. જેમાં એક સાથે 50 હજાર લોકો જોડાઈ શકે છે અને તેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. BlueJeans પ્લેટફોર્મ પર HD વીડિયો ક્વાલિટી અને શાનદાર સાઉન્ટ મળશે. ઘરમાં બ્રોડબેન્ડ સાથે તેને પણ જોડી શકાય છે. Airtel BlueJeansની ડેટા હોસ્ટિંગ ભારતમાં જ થશે. જેનાથી ગ્રાહકોનો ડેટા સંપૂર્ણ સુરક્ષિત રહેશે.

, પ્રથમ ત્રણ મગિના માટે આ સેવા તદ્દન ફ્રી પૂરી પાડવામાં આવશે. જે બાદ તેના ઉપયોગ માટે સામાન્ય ચાર્જ વસૂલવામાં આવશે. એવું કહેવાય છે કે, એરેટેલ પોતાની આ પહેલથી ઝૂમ અને જિયોમીટને ટક્કર આપી શકે છે.

(11:20 am IST)