Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ભારત - ચીન વચ્ચે ૧૪ કલાક કમાન્ડર સ્તરની બેઠક ચાલી

મોડી રાતે ૨ વાગ્યા સુધી ચર્ચા થઇ : તણાવવાળા વિસ્તારમાં સેનાની પીછેહઠ અંગે વાતચીત

નવી દિલ્હી તા. ૧૫ : ભારત-ચીન વચ્ચે કાલે યોજાયેલી કમાન્ડર સ્તરની બેઠક ૧૪ કલાક સુધી ચાલી. ભારત-ચીન વચ્ચે લદાખના ચુશુલમાં કમાન્ડર સ્તરની વાતચીત થઇ છે. ૧૪ જુલાઇના રોજ સવારે ૧૧ વાગ્ય વાગે શરૂ થઇ મોડી રાતે ૨ વાગ્યા સુધી બેઠક ચાલી. જેમાં બંને દેશ વચ્ચે તણાવવાળા વિસ્તારમાં ચીનની સેનાની પીછેહઠને લઇને ચર્ચા થઇ. હાલમાં પણ ચીનની સેના પેંગોન્ગ વિસ્તારમાં ફિંગર-૫ પર ઉપસ્થિત છે. ભારતીય સેનાએ એપ્રિલ પહેલા જે સ્થિતિ હતી તે ફરી કરવાની માંગ કરી છે.

ભારત અને ચીન વચ્ચે કોર કમાંડર સ્તરની આ ચોથી બેઠક થઇ. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે બંને સેનાઓ પોતાની જુની જગ્યા પર પરત ફરે. એપ્રિલમાં બંને સેનાઓ જે જગ્યા પર હતી તે જગ્યા પર પરત ફરે. કોર કમાંડરની બેઠક પહેલા જ ચીનની સેના PLA ફિંગર ફોરથી ફિંગર ફાઇવ તરફ પરત ફરી ગઇ છે.ઙ્ગ

ઙ્ગહાલના સમયે ચીનની સેના ફિંગર-૫ પર ઉપસ્થિત છે. ભારત તરફથી ચીનની સેનાને ફિંગર-૮થી પાછળ જવા માટે જણાવાયું છે. ખરેખર ફિંગર-૮ સુધી ભારતીય સેના પેટ્રોલિંગ કરતી હોય છે, પરંતુ એપ્રિલ પછી ચીનની સેનાએ ફિંગર-૪થી લઇને ફિંગર-૮ સુધી પોતાની સૈના ખડકી દીધી અને ભારતીય સેનાને પેટ્રોલિંગ કરવાને લઇને રોકી દિધા હતા.ઙ્ગ

ભારતીય સેનાએ PLA સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફિંગર-૮થી તેઓ પાછા ચાલ્યાં જાય અને એપ્રિલથી પહેલા જે સ્થિતિ હતી તે પુનઃસ્થાપિત કરી દેવામાં આવે. ચીનની સેના ફિંગર-૪થી હટીને ફિંગર-૫ પર પહોંચી ગઇ છે. સૂત્રોને મળતી જાણકારી મજુબ ફિંગર-૪દ્ગચ શ્નદ્ગટ પેટ્રોલિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે બંને દેશોની સેના ફિંગર-૪માં પેટ્રોલિંગ કરશે નહીં. આમ ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ પર બેઠક યોજાઇ હતી. મોડી રાત સુધી બંને દેશો વચ્ચે ચાલેલી બેઠકમાં ૧૪ કલાક કરતા વધારે સમય સુધી વાતચીત થઇ હતી. રાતના ૨ વાગ્યા સુધી બેઠક ચાલી હતી. ભારત ચીન વચ્ચે થયેલી કમાન્ડર સ્તરની વાતચીતમાં તણાવવાળા વિસ્તારમાં ચીની સેનાને પાછળ હટાવવા પર વાતચીત થઇ. હાલ ચીની સેના પેંગોંગ વિસ્તારના ફિંગર-૫ પર છે. ભારતીય સેનાએ એપ્રિલ પહેલાની સ્થિતિને પૂર્વવત કરવા માગ કરી છે.

(11:16 am IST)