Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

પીએમ મોદી ૧૭ જુલાઇએ યુએનમાં કરશે સંબોધન

યુએનએસસીમાં જીત બાદ મોદીનું પ્રથમ ભાષણ

નવી દિલ્હી તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ જુલાઇએ સંયુકત રાષ્ટ્રમાં મહત્વનું સંબોધન કરશે. સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિએ કહ્યું કે યુએનની ૭૫મી વર્ષગાંઠ નિમિતે પૂર્વ સંધ્યા ન્યૂયોર્કમાં થતા આ કાર્યક્રમને પીએમ મોદી વર્ચુઅલી સંબોધિત કરશે. યુએન પરિષદમાં ભારતની જીત બાદ પીએમ મોદીનું પ્રથમ ભાષણ હશે.

ઉલ્લેખનીય છે કે, ભારતના ભારે મત મુજબ યુએન સુરક્ષા પરિષદમાં જીત પ્રાપ્ત કરી હતી. એશિયા - પ્રશાંત રાષ્ટ્રના સમુહ તરફથી સમર્પિત ઉમેદવાર ભારતને સુરક્ષા પરિષદની અસ્થાયી સભ્યતા માટે પડેલા કુલ ૧૯૨ મતોમાંથી ૧૮૪ મત મળ્યા હતા.

ભારતની સાથે નોર્થે, આયરલેન્ડ અને મેકિસકો એક જાન્યુઆરી ૨૦૨૧થી આવતા વર્ષના લિએએ સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે પસંદગી થયેલા છે તે આઠમો છે. હવે ભારતને પરિષદની સભ્યતા માટે પસંદગી કરવામાં આવી છે.

(11:11 am IST)