Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

દેશમાં ર૪ કલાકમાં ફૂટયો કોરોનાના બોંબઃ પ૮રના મોત : ર૯૪ર૯ નવા કેસ સામે આવ્યા

દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૯,૩૬,૧૮૧ : કુલ મૃત્યુઆંક ર૪૩૦૯

નવી દિલ્હી, તા. ૧પઃ દેશમાં છેલ્લા ર૪ કલાકમાં રેકોર્ડબ્રેક ર૯૪ર૯ કેસ સામે આવ્યા છે અને એ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૯૩૬૧૮૧ થઇ છે જેમાં ૩,૧૯,૮૪૦ સક્રિય છે. ર૪ કલાકમાં પ૮ર લોકોને કોરોના ભરખી ગયો છે. દેશમાં મૃતકોની સંખ્યા વધીને ર૪૩૦૯ની થઇ છે. અત્યાર સુધીમાં પ,૯ર,૦૩ર દર્દી કોરોનાને હરાવી ચૂકયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં ૩૪૪૬, ગુજરાતમાં ર૦૬૯, મહારાષ્ટ્રમાં ૧૦૬૯પ, તામિલનાડુમાં ર૦૯૯, કર્ણાટકમાં ૮૪ર, યુપીમાં ૯૮૩, પ.બંગાળમાં ૯૮૦, રાજસ્થાનમાં પરપ, મ.પ્રદેશમાં ૬૭૩ લોકોના મોત થયા છે.

કુલ ટેસ્ટ ૧,ર૪,૧ર,૬૬૪ કરાયા છે. ગઇકાલે ૩,ર૦,૧૬૧ ટેસ્ટ થયા હતાં.

(11:10 am IST)