Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રાજકોટમાં જેટ ગતિએ પ્રસરતો કોરોનાનો આતંક : ગઇકાલે સાંજથી આજે બપોરે 12 સુધીમાં નોંધાયા વધુ 29 પોઝિટિવ કેસ : શહેરના લગભગ વિસ્તારોમાં ફેલાય ગયો કોરોનાનો ચેપ : શહેરનો કુલ આંક ૪૬૬એ પહોંચ્યો

કુવાડવા રોડ, સંતકબીર રોડ, મવડી, સાધુવાસવાણી રોડ, ગાંધીગ્રામ, મવડી મેઈન રોડ, સહકાર મેઈન રોડ, બેડીપરા, લક્ષ્મીવાડી, અમીનમાર્ગ, સુભાષનગર - આમ્રપાલી સિનેમા પાછળ, રૈયા રોડ, રૈયા ચોકડી, મોટા મૌવા, ગાયકવાડી, કેવડાવાડી, વિષ્ણુનગર - રીંગ રોડ, બહુમાળી ભવન ક્વાર્ટર, સેન્ટ્રલ જેલ, નાનામૌવા મેઈન રોડ, પ્રજાપતિ સોસાયટી અને નટરાજ નાગરના 19 પુરુષો અને 10 મહિલાઓ ચડી ગયા કોરોનાની જપ્ટે

રાજકોટ, તા.૧૫: શહેરમાં કોરોના સંક્રમણ વધી રહયું છે અને હવે સંક્રમણે ગતી પકડી છે કેમ કે છેલ્લા પ દિવસમાં કોરોનાનાં ૧૦૦થી વધુ  કેસ શહેરમાં નોંધાઇ ચુકયા છે અને કુલ ૪૬૬ કેસ થઇ ચુકયા છે. જયારે ગઇકાલ સાંજ ૬ વાગ્યા થી આજે સવાર સુધીમાં સેન્ટ્રલ જેલનાં કેદી સહિત વધુ  ૨૯ કેસ નોંધાયા છે. 

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરી વિસ્તારમાં તા.૧૪ સાંજના ૫ વાગ્યાથી તા.૧૫ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૨૯ (ઓગણત્રીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. જેની વિગત આ મુજબ છે. જેમાં (૧) અમૃતલાલ મહીધરભાઈ રાવિયા (૪૬) શિવશકિત પાર્ક, કુવાડવા રોડ (૨) પ્રભાબેન ચંદુભાઈ મેંદપરા (૫૫) ભગીરથ સોસાયટી શેરી નં. ૬, સંતકબીર રોડ, (૩) રમેશભાઈ કાનજીભાઈ દોમડીયા (૫૮)  ધનંજય પેરેડાઈઝ, શંકર સીટી, મવડી પાસે, (૪) ભાવેશભાઈ ચીમનભાઈ દેસાઈ (૫૫)  શ્યામલ વાટીકા, જી-૧, ગંગોત્રીપાર્ક મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, (૫) બાદલ હસમુખ વાડોલીયા (૨૩)  ૨-અક્ષરનગર, લાખના બંગલાની સામે, ગાંધીગ્રામ, (૬) કિશોર ધનસુખ જેઠવા (૬૩)  સોજીત્રા પાર્ક શેરી નં. ૨, મવડી મેઈન રોડ, (૭) વિશાલ ભારત કાચા (૩૨) રઘુવીર સોસાયટી, સહકાર મેઈન રોડ પાસે, (૮) કૌશિક ગોવિંદ નંદાણી (૫૦)  બેડીપરા, ગણેશનગર, (૯) પ્રેમલ કિશોર રાચ્છ (૩૬) લક્ષ્મીવાડી, ૧૯-મીલપરા મેઈન રોડ, (૧૦) નીતેશ રાજુભાઈ જુરીયાણી (૨૮) ગાંધીગ્રામ, અક્ષરનગર, (૧૧) નિમેશ રોહિત વાવડીયા (૩૦)  ૫-કોટેચાનગર, અમીનમાર્ગ, કાલાવાડ રોડ,  (૧૨) જયશ્રી અજય વેલીયા (૪૬) (૧૩) અજય નરોતમ વેલીયા (૫૧)  લક્ષ્મીવાડી ૭-એ, (૧૪) અલીઅસગર હાતીમભાઈ સાદીકોટ (૩૭)  રાજ, બ્લોક નં. ૧૯/એ, ૮-સુભાષનગર, આમ્રપાલી સિનેમા પાછળ, રૈયા રોડ,  (૧૫) માલતીબેન સુરેશભાઈ કારીયા (૭૩) પિતૃકૃપા, જીવણનગર શેરી નં. ૫, રૈયા રોડ,  (૧૬) હિતેશભાઈ કાંતિલાલ ટાંક (૪૫) ૧૧-કોનાર્ક પ્લોટ, શિવમ પાર્ક શેરી નં. ૩, રૈયા ચોકડી પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ,  (૧૭) કાન્તાબેન છગનભાઈ ઘેટીયા (૬૮) ડી-૯, સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રોડ, પવન પાર્ક, મોટા મૌવા, (૧૮) મહેબુબભાઈ અબ્દુલભાઈ અજમેરી (૫૮) અજમેરી મંજીલ, ગાંધીગ્રામ શેરી નં. ૬/બી, ચામુંડા ડેરીવાળી શેરી, રૈયા રોડ,  (૧૯)અજય કૃષ્ણમોહન ગોવિલ (૫૨) ગાયકવાડી શેરી નં. ૨,  (૨૦) હંસા અરૂણ રસ્યા (૫૮) કેવડાવાડી શેરી નં. ૭,  (૨૧) ભરત તરસીભાઈ તાલપરા (૪૫) બાપા સીતારામ ચોક, મધુવન પાર્ક, મવડી મેઈન રોડ,  (૨૨) ભાનું ચુની મકવાણા (૬૦) વિષ્ણુનગર રીંગ રોડ, (૨૩) પુનમ કરણજી વાઘેલા (૩૦) બહુમાળી ભવન કવાર્ટર નં. સી-૧, (૨૪) આરીફ ઈબ્રાહીમ (૩૨)  સેન્ટ્રલ જેલ, (૨૫) જીવા ચના કંટારીયા (૬૬) નેહરુનગર શેરી નં. ૧,ઙ્ગ નાનામૌવા મેઈન રોડ,  (૨૬) વોરા નેમી જીગ્નેશ (૨૦) પેન્ટાગોન સોસાયટી, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, મોટા મૌવા રોડ, (૨૭) હેત્વીબેન પ્રવીણભાઈ ઘડુસીયા (૧૫) લક્ષ્મીવાડી મેઈન રોડ, સહજાનંદ સદન, (૨૮) મધુબેન મનસુખભાઈ વણપરીયા (૬૫)  પ્રજાપતિ સોસાયટી – ૨, ૪૦ ફુટ રોડ,  (૨૯) પાર્થ હેમરાજભાઈ ટાંક (૨૬) વૃંદાવન, નટરાજનગર, ગોવર્ધન ડેરી સામેનો સમાવેશ થાય છે.

(3:12 pm IST)