Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સેમસંગ 6G લોન્ચ કરશે !

5Gના હજી ઠેકાણા નથી : ૨૦૨૮ સુધીમાં થઇ જશે એન્ટ્રી

નવી દિલ્હી તા. ૧૫ : ભારતમાં હાલમાં 5G નેટવર્કની વાત ચાલી રહી છે અને સેમસંગે 6G પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. સેમસંગે કહ્યું કે વિશ્વમાં ૨૦૨૮ સુધી પ્રમુખ કોમ્યુનિકેશન નેટવર્ક હશે. કંપનીએ પ્રકાશિત એક વાઇટ પેપરમાં આ વાત કહી છે.

સેમસંગના જણાવ્યા મુજબ, ભલે 5G નેટવર્ક તેમના શરૂઆતી સમયમાં છે. તેમ છતાં અત્યારથી જ 6G પર કામ કરવાની તૈયારી કરવામાં આવી છે. કંપની આ વર્ષથી જ 6G પર રિસર્ચનું કામ વધુ તેજ કરશે. 6Gમાં વધુમાં વધુ ૧ હજાર જીબીપીએસ પ્રતિ સેકન્ડની સ્પીડથી ડેટા આપવાનો ટારગેટ છે અને યુઝરને પણ ૧ જીબીપીએસ પ્રતિ સેકન્ડની સ્પીડ આપવાનું લક્ષ્ય છે.

આ પરથી એવું સમજી શકાય છે કે 6Gમાં ૧ જીબીપીએસની સ્પીડની સાથે અઢી કલાકની એક બોલીવુડ ફિલ્મ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ડાઉનલોડ થશે. સેમસંગના અંદાજ મુજબ ૨૦૩૦ સુધી ૫૦ હજાર કરોડ ડિવાઇસેઝ ઇન્ટરનેટ સાથે કનેકટ કરવામાં આવશે. આ સંખ્યા તે સમયે વિશ્વની વસ્તીથી ૫૯ ગણી વધુ હશે.

આ કનેકટેડ ડિવાઇસમાં ગાડીઓ, રોબોટ, ડ્રોન, હોમ એપ્લાઇન્સેસ વગેરે હશે. કંપનીએ કહ્યું છે કે 6G નેટવર્ક આવ્યા બાદ ઇમરજન્સીમાં પણ સારો રીસ્પોન્સ કરવામાં આવશે. જેમ દુરના વિસ્તારોમાં કોઇ દર્દીની સર્જરી 5Gની સરખામણીએ ૧૦૦ ગણી ઇમ્પ્રુવમેન્ટની સાથે કરવામાં આવશે.

સેમસંગના જણાવ્યા મુજબ 6G વ્યકિતઓ અને મશીનો બંને માટે ઉપયોગી હશે. સેમસંગે ગયા વર્ષે 5G માટે દક્ષિણ કોરિયાની ટેલીકોમ કંપનીઓને સોલ્યુશન આપવામાં આવ્યા હતા. ત્યારબાદથી તે અમેરિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોને ઇકિવપમેન્ટ સપ્લાઇ કરવામાં આવી ચૂકી છે.

(10:20 am IST)