Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મોટી રાહતો! લીગલ મેટ્રોલોજી એકટમાં ફેરફારની તૈયારીઃ વેપારીને નહીં થાય જેલની સજા

મીટર સાથે છેડછાડ કરવા પર ૧૦ લાખની પેનલ્ટી લાગશેઃગડબડી પર કંપનીના ડાયરેકટર જ જવાબદાર નહીં હોયઃ તપાસમાં કંપની કોઈ પણ અધિકારીને નોમિનેટ કરી શકે છે

નવી દિલ્હી, તા.૧૫: ઓછુ તોલમાપ કરવા અથવા પછી પેકેટ પર મેન્યુફેકચરિંગ, એકસપાયરી ડેટ અથવા કંપનીનું નામ નહી હોવા પર પ્રોડકટ વ્યાપારીને જેલની સજા નહીં થાય. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે સરકાર લીગલ મેટ્રોલોજી એકટમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. હાલમાં એકટનું ઉલ્લંદ્યન કરવા પર ૩ વર્ષની સજા થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોકતા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને તમામ રાજયોને લીગલ મેટ્રોલોજી એકટ હેઠળ નિર્દેશ જાહેર કરતા કહ્યું છે કે, પ્રોડકટ નિર્માતાએ દેશનું નામ, નિર્માતા પેકરનું નામ, Date of Manufacture, Expiry Date MRP (કર સહિત), માત્રા-વજન, ગ્રાહક પરિયાદ નંબર વગેરે ઉપભોકતાના હિતમાં અન્ય જરૂરી વાત મોટા અક્ષરોમાં લખવી પડશે.

સરકારનો નવો પ્લાન એફએમસીજી, ઈ-કોમર્સ અને નાની કંપનીઓને રાહત આપવા માટે સરકાર મોટી તૈયારી કરી રહી છે. ઓછા તોલમાપ કરવા પર પ્રોડકટ નિર્માતાને જેલની સજા થશે. સરકાર લીગલ મેટ્રોલોજી એકટમાં ફેરફાર કરશે. લીગલ મેટ્રોલોજી એકટ હેઠળ પેકેટ પર ઉત્પાદનની તારીખ, એકસપાયરી ડેટ કંપનીનું નામ, પ્રોડકટ બનાવવાની જગ્યા, બેન્ચ નંબર વગેરે ફરજિયાત છે. તેને લઈ કન્ઝયૂમર એફેયર્સ મંત્રાલયે ફેરફારનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

લીગલ એકટ હવે પૂરી રીતે કમ્પાઉન્ડિંગ એકટ બનશે. હાલમાં એકટમાં સજા અને પેનલ્ટી બંનેની જોગવાઈ છે. હાલમાં એકટનું ઉલ્લંઘન કરવા પર ૬ મહિનાથી ૩ વર્ષની સજાની જોગવાઈ છે. એકટમાં ફેરફાર બાદ સરકાર માત્ર પેનલ્ટી લગાવશે અથવા લાયસન્સ રદ કરશે. પેનલ્ટીની માત્રા બે લાખથી ૧૦ લાખ કરવામાં આવશે.

મીટર સાથે છેડછાડ કરવા પર ૧૦ લાખની પેનલ્ટી લાગશે. ગડબડી પર કંપનીના ડાયરેકટર જ જવાબદાર નહીં હોય. તપાસમાં કંપની કોઈ પણ અધિકારીને નોમિનેટ કરી શકે છે.

કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોકતા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને સ્પષ્ટ કર્યું કે, એમઆરપીને લઈ ગ્રાહકોને અંધારામાં રાખવામાં આવે છે. પરંતુ હવે સરકાર તેને લઈ ગંભીર થઈ ગઈ છે. રામવિલાસ પાસવાને કહ્યું કે, આવી પરિયાદ મળી રહી છે કે પેકેટમાં વેચાતા સામાન પર જરૂરી માહિતી આપવાના નિયમનું પાલન નથી થઈ રહ્યું. આ સંબંધમાં વિભાગના સચિવ અને લીગલ મેટ્રોલોજી અધિકારીઓને કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

(10:15 am IST)