Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

બોટલમાં પટેરોલ આપવાનો ઇન્કાર કરતા પેટ્રોલપમ્પની ઓફિસમાં ત્રણ સાપ છોડ્યા

આખી ઘટના સીસીટીવીમાં કેદ : ઓફિસમાં બેઠેલી મહિલા હેબતાઈ ગઈ

મુંબઈ : મહારાષ્ટ્રમાં બુલઢાણામાં એક વ્યક્તિએ પેટ્રોલ પમ્પની ઑફિસમાં જઈને ત્રણ સાપ છોડી દીધા હતા, એ એટલા માટે કારણકે પેટ્રોલ પમ્પના સ્ટાફે એને બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેને જોઇને તમને પણ આશ્ચર્ય થશે.

માથાફરેલ વ્યક્તિ ગુસ્સે હતો કે એને બોટલમાં પેટ્રોલ નહીં આપ્યું. બાદ તે પેટ્રોલ પમ્પની ઑફિસમાં ગયો અને સાપ છોડી દીધા. અંદર એક મહિલા બેઠી હતી. સાપ છોડી દેતા તે ઑફિસથી ભાગી ગઈ.

થોડા સમય બાદ સાપ પકડનારાને બોલાવવમાં આવ્યો અને એની મદદથી સાપને પકડવામાં આવ્યો. સાથે જ આ આખી ઘટનાનો વીડિયો સીસીટીવ કેમેરામાં કેદ થઈ ગયો છે.

(12:46 am IST)
  • રાજકોટમાં કડાકા ભડાકા સાથે સાંજે 7 વાગ્યા સુધીમાં અડધોથી એક ઇંચ વરસાદ:સેન્ટ્રલ ઝોનમાં 1 ઇંચ, ઇસ્ટ ઝોન અને વેસ્ટમાં અડધો -અડધો ઇંચ વરસાદ ફાયર બ્રિગેડમાં નોંધાયો. access_time 7:37 pm IST

  • સાંજે ૪:૩૦ વાગે : ભારત-યુરોપીય શિખર સંમેલનમાં મોદી ભાગ લેશે : યુરોપ સાથેના આર્થિક-સાંસ્કૃતિક સંબંધો વધુ મજબુત બનવા આશા દર્શાવીઃ બ્રસેલ્સમાં ૪ાા વાગે યોજાશે access_time 1:00 pm IST

  • બિહારમાં રાજભવનના સ્ટાફના૨૦ કર્મચારીઓના રિપોર્ટ પોઝીટીવઃ ખળભળાટ : બિહારમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છેઃ ત્યારે બિહારના રાજભવનમાંકામ કરતા ૨૦ જેટલા કર્મચારીઓનો એકસાથે પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે access_time 2:49 pm IST