Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ચીનને વધુ એક ઝટકો : ટેક કંપની હુઆવેઈને બ્રિટને બેન કરી દીધી : કંપનીનાં 5-જી નેટવર્ક પર સાત વર્ષનો પ્રતિબંધ

2027 સુધી 5-જી નેટવર્કથી હુઆવેઈનાં તમામ ઉપકરણો હટાવી દે: બ્રિટનની સરકારે ટેલિકોમ કંપનીઓને આદેશ કર્યો

 

નવી દિલ્હી : ભારતમાં સીમા વિવાદને લઈ ચીનનાં સામાનનો વિરોધ અને તેના પર લાગેલા પ્રતિબંધ વચ્ચે હવે ચીનને બ્રિટેન તરફથી ઝટકો આપવામાં આવ્યો છે. હોંગકોંગ સાથે ચીનનો તણાવ યથાવત છે ત્યારે અમેરિકા પછી બ્રિટેને પણ ચીની ટેલીકોમ કંપની હુઓવેઈને 5-જી નેટવર્ક બનાવવાને લઈને બેન કરી દીધી છે. બ્રિટનની સરકારે ટેલિકોમ કંપનીઓને આદેશ કર્યો છે કે તે 2027 સુધી  5-જી નેટવર્કથી હુઆવેઈનાં તમામ ઉપકરણો હટાવી દે. પહેલા અમેરિકાએ પણ હુઆવેઈનાં તમામ ઉપકરણો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

મિડિયામાં આવી રહેલા સમાચારો મુજબ બ્રિટનનાં વડાપ્રધાન બોરીસ જોનસનની અધ્યક્ષતામાં થયેલી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે દેશમે 5-જી નેટવર્કનાં નિર્માણમાં ચીની કંપનીની ભાગીદારીને પુરી કરી દેવામાં આવે. બ્રિટેનની જોનસન સરકારે નિર્ણય રાષ્ટ્રીય સાઈબર સુરક્ષા પરિષદની રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ લીધો છે. ચીની કંપની હુઆવેઈ પર ડેટા ચોરી અને ગુપ્ત સૂચનાઓ લીક કરવાનો આરોપ લાગ્યો છે. બ્રિટનનાં સંસ્કૃતિ સચિવ ઓલિવર ડાઉડેનનાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ચેતાવણી આપી હતી કે અમેરિકાનાં પ્રતિબંધ પછી હુઆવેઈની સુરક્ષાને લઈ ચિંતા વધી ગઈ છે. 5-જી નેટવર્કમાં હુઆવેઈની ઉપસ્થિતિથી દેશની સુરક્ષાને ખતરો પહોચી શકે છે. તેમણે પણ જણાવ્યું કે બ્રિટેનને ભરોસો નથી કે હુઆવેઈ પોતાના ઉપકરણોની સુરક્ષાને લઈને કોઈ ગેરંટી આપી શકશે.

(12:10 am IST)
  • થોડા દિવસના બ્રેક બાદ ધારાવી ઝૂંપડપટ્ટીમાં આજે 23 નવા કોરોના કેસ : કુલ કેસની સંખ્યા 2415 થઇ ગઈ access_time 6:39 pm IST

  • દેશમાં કોરોનાએ આતંક મચાવ્યો : છેલ્લા 24 કલાકમાં એક જ દિવસના રેકોર્ડબ્રેક 32,607 નવા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 9,70,169 કેસ થયા :3,31,116 એક્ટિવ કેસ :કુલ 6,13,735 દર્દીઓ રિકવર :વધુ 613 લોકોના મોત :મૃત્યુઆંક 24,929 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7975 કેસ સાથે કુલ કેસની સંખ્યા 2,75,640 થઇ: તામિલનાડુમાં નવા 4496 કેસ સાથે કુલ કેસનો આંક 1,51,820 થયો :દિલ્હીમાં વધુ 1647 કેસ સાથે કુલ કેસનો આંક 1,16,993 થયો :કર્ણાટકમાં નવા 3176 કેસ : તેલંગાણામાં નવા 1597 કેસ અને ઉત્તર પ્રદેશમાં 1659 કેસ અને આંધ્રપ્રદેશમાં નવા 2432 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 1589 કેસ અને બિહારમાં 1320 નવા કેસ અને આસામમાં 1088 કેસ નોંધાયા access_time 1:10 am IST

  • સચિન પાયલોટની ડેપ્યુટી સી. એમ.તરીકે હકાલપટ્ટી સાથે જ રાજસ્થાન કોંગ્રેસમાંથી હોદ્દેદારોના રાજીનામાની વણઝાર શરૂ : પાયલોટને પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ હટાવી દેવાતા જિલ્લા અને તાલુકા લેવલે 59 પદાધિકારીઓના રાજીનામાં access_time 8:16 pm IST