Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સચિન પાયલટનું સમર્થન કરવું ભારે પડ્યું : કોંગ્રસે સંજય ઝાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

 

નવી દિલ્હી : કોંગ્રેસે સંજય ઝાને પાર્ટી વિરોધી ગતિવિધિ કરવા અને અનુશાસન ભંગ કરવા બદલ પાર્ટીમાંથી તાત્કાલિક ધોરણે હટાવી દીધા છે. ઝાને ગત મહિને પાર્ટી વિરુદ્ધ એક લેખ લખવા બદલ પ્રવક્તા પદેથી હટાવી દીધા હતા. સંજય ઝાએ રાજસ્થાનના સમગ્ર ઘટનાક્રમ પર સચિન પાયલોટનું સમર્થન કર્યુ હતું.

તેમણે એક ટ્વીટ કરી સચિન પાયલોટની માગને યોગ્ય ગણાવી હતી, તથા પોતાનું સમર્થન આપ્યુ હતું. તેમણે પાયલોટની યોગ્યતા સાબિત કરવા માટે અમુક આંકડાઓ પણ રજૂ કર્યા હતા.

ગત 18 જૂને કોંગ્રસે અધ્યક્ષા સોનિયા ગાંધીના આદેશ બાદ સંજય ઝાને પાર્ટીની અંદરથી રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. હકીકતમાં તેમણે એક લેખ લખ્યો હતો અને પાર્ટી પર સવાલો કર્યા હતા. તેમણે એવુ પણ કહ્યુ હતું કે, પાર્ટીમાં આંતરિક લોકતંત્રનો અભાવ છે.

(12:07 am IST)
  • રાજકોટમાં વાદળોની ગડગડાટી વચ્ચે અનરાધાર વરસાદ તૂટી પડ્યો : રૈયા રોડ, કાલાવડ રોડ બાદ શહેરના મધ્ય વિસ્તારને ધમરોળતા મેઘરાજા: વીજળીના ચમકારા વચ્ચે જોરદાર વરસાદ ખાબક્યો : રાહદારીઓ- વાહન ચાલકોમાં નાસભાગ મચી : ભારે પવન સાથે ઝંઝાવાતી વરસાદ access_time 6:34 pm IST

  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ તરીકે ભક્તિનગર પીઆઇ વી,કે,ગઢવીની નિમણુંક : ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ,એમ, ગઢવીની આઇબીમાં બદલી થતા પીઆઇ વી,કે, ગઢવીને ક્રાઇમ બ્રાન્ચમાં મુકાયા access_time 12:14 am IST

  • નિઝામુદીન મરકજ મામલો : 150 ઈન્ડોનેશિયન નાગરિકોના જામીન મંજુર : કોવિદ -19 મહામારી વચ્ચે વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ : જૂન માસમાં 36 દેશોના 956 નાગરિકો વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે : જે પૈકી અત્યાર સુધીમાં 35 દેશોના 682 નાગરિકોના જામીન મંજુર કરાયા access_time 8:25 pm IST