Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

માસ્ક પહેરવાનો છે તેમ ૫૦૦ વાર લખવાની સજા

યુપીમાં માસ્ક ન પહેરનારને અનોખી સજા

ફિરોઝાબાદ, તા. ૧૪ :  કોરોના વાયરસની બીમારી ખતરનાક હદે વકરી રહી છે તેમ છતાં કેટલાક લોકો માસ્ક પહેરવામાં આળસ કરી રહ્યા છે. કેટલાંક રાજ્યોમાં આ માટે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે પણ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ પોલીસ તંત્રે લોકડાઉનમાં માસ્ક નહિ પહેરનારાઓ માટે એક અલગ યોજના બનાવી છે, જેને ' માસ્ક કી કલાસ ' એવું નામ આપ્યું છે. આનાથી એવું થશે કે જે માણસે માસ્ક ના પહેર્યો હોય એની પાસે સાદા કાગળ પર પેન્સિલથી ૫૦૦ વાર લખાવાશે :   ' માસ્ક પહેરવાનો છે.' વરિષ્ઠ પોલીસ અધિક્ષક સચિંદ પટેલે કહ્યું કે આ વર્ગમાં સડકો પર માસ્ક વિના ફરનારાઓને શિક્ષણ પૂરૃં પડાશે. એમને પોલીસ આ વર્ગમાં ત્રણ થી ચાર કલાક બેસાડશે. અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહિં. વર્ગમાં પોલીસ અધિકારીઓની સાથે સાથે એક તબીબ પણ મોજૂદ રહેશે. એમણે કહ્યું કે આ વર્ગોમાં માસ્કના ફાયદાદર્શાવાશે. એમને પેન્સિલથીસાદા કાગળ પર લખાવાશે. '' માસ્ક પહેરવાનું છે :  મેંે આ પ્રયોગ આજથી વર્ગોમાં  જોડાઈને શરૂ કર્યો છે. જેને સતત ચાલુ રખાશે.'' પોલીસ અને પ્રશાસનનો આ આઇડિયા તમને કેવો લાગ્યો ?    

(12:00 am IST)