Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કોરોનાની સ્થિતિ જલ્દી સામાન્ય નહીં થઇ શકે

વૈશ્વિક સ્તરે કોરોનાની સ્થિતિ વણસી

લંડન, તા. ૧૪વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ એડહેનમ ગેબ્રેયેસસે મંગળવારે ચેતવણી આપતાં કહ્યું છે કે વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસની મહામારીની સ્થિતિ વણસી રહી છે. હજી આગામી કેટલાક સમય સુધી પરિસ્થિતિ સામાન્ય નહીં થઈ શકે. ટેડ્રોસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, નજીકના ભવિષ્યમાં પહેલાની જેમ પરિસ્થિતિ થાળે નહીં પડી શકે. ગેબ્રેયેસસે કહ્યું કે ખાસ કરીને યુરોપ અને એશિયાના કેટલાક દેશોમાં મહામારી પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કેટલાક અન્ય દેશોમાં સંક્રમણનો આંકડો સતત વધી રહ્યો છે જે ચિંતાજનક છે. ગેબ્રેયેસસે અનેક દેશોમાં સંક્રમણના વધતા જતા આંકડાઓ પર કાબુ મેળવવા માટે આવા દેશોમાં જે પગલાં લેવાથી કોરોના કાબુમાં આવી શકે તેમ હોય તેવા પગલા ભરીને તેના પર અંકુશ મેળવવા માટેનું સૂચન કર્યું છે. સંક્રમણના નવા કેસોમાંથી લગભગ અડધા કેસ તો અમેરિકામાંથી સામે આવી રહ્યા છે.

(12:00 am IST)