Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

' આદિ કવિ ઓલી રચિત કળીયુગની નવી રામાયણ સાંભળો ' : સીધી વૈકુંઠ ધામની યાત્રા કરો : ભગવાન રામનો જન્મ નેપાળમાં થયો હતો તેવા પ્રાઈમ મિનિસ્ટર ઓલીના નિવેદનનો તેમના જ દેશમાં કટાક્ષમય ભાષામાં થઇ રહેલો વિરોધ

કાઠમંડુ : નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ તાજેતરમાં કરેલા નિવેદન મુજબ ભગવાન રામનો જન્મ નેપાળમાં થયો હતો.તેઓ નેપાળી હતા
આ મુદ્દે ખુદ તેમના જ દેશમાં પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે.જે મુજબ નેપાળના પૂર્વ વડાપ્રધાન બાબૂરામ ભટ્ટારાઇએ ટ્વિટ કર્યું- આદિ કવિ ઓલી દ્વારા રચિત કળયુગની નવી રામાયણ સાંભળો, સીધી વૈકુંઠ ધામની યાત્રા કરો.
         નેપાળના વરિષ્ઠ પત્રકાર અમિત ઢકાલે પણ કટાક્ષમાં કહ્યું- શ્રીલંકાનો ટાપુ નેપાળના કોશીમાં છે. તેની પાસે જ હનુમાન નગર પણ છે જેનું નિર્માણ વાનરસેનાએ પુલ બનાવવા માટે કર્યું હશે.
         નેપાળના પૂર્વ નાયબ વડાપ્રધાન કમલ થાપાએ ટ્વિટ કર્યું- કોઇ પણ વડાપ્રધાને આ પ્રકારનું આધારહીન અને અપ્રમાણિત નિવેદન ન આપવું જોઇએ. એવું લાગે છે કે ઓલી ભારત અને નેપાળના સંબંધો વધુ ખરાબ કરવા માગે છે. તેમને તણાવ દૂર કરવા માટે કામ કરવું જોઇએ.

(6:47 pm IST)