Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

સુપ્રિમનો આદેશ

બાબરી ધ્વંસ કેસઃ ચુકાદા સુધી CBI જજ નિવૃત નહીં થાય

નવી દિલ્હી, તા.૧પઃ બાબરી વિધ્વંસ કેસમાં ચાલી રહેલમ કેસના જજની નિવૃત્તિને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ઉત્ત્।ર પ્રદેશની સરકારને આદેશ આપ્યો છે કે જયાં સુધી આ મામલા પર ચુકાદો ન આવી જાય ત્યાં સુધી સીબીઆઇ જજ નિવૃત્ત ન થાય. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈના જજ એસકે યાદવ છે અને તેઓ ૩૦ સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને ૧૯ જુલાઈ સુધી એ જણાવવા કહ્યું કે સમગ્ર મામલાની સુનાવણી કરી રહેલા જજના નિવૃત્ત થવા પર શું નિયમ અને કાયદા છે. જજોને સૂચિત કરવામાં આવ્યા કે ટ્રાયલ કોર્ટના જજને ૩૦ સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા હતા પરંતુ તેઓએ કેસને પૂરા કરવા માટે વધુ સમય માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં લખનઉની નીચલી કોર્ટમાં ભાજપના મોટા નેતાઓ વિરુદ્ઘ કેસ ચાલી રહ્યા છે. કેસ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર જેવા મોટા નેતાઓ પર છે.

એપ્રિલ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે આ મામલામાં રાયબરેલી અને લખનઉમાં નોંધાયેલા કેસોને લખનઉમાં એક સાથે ચલાવવાનો આદેશ આપ્યો હતો. તેની સાથે જ તમામ નેતાઓ વિરુદ્ઘ અપરાધિક ષડયંત્રની કલમને પણ બહાલ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે રોજેરોજ સુનાવણી કરી આ મામલાને બે વર્ષની અંદર ઉકેલવાનો આદેશ આપ્યો હતો.

(3:58 pm IST)