Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

1લી ઓગસ્ટથી મુંબઈથી ગોવા જવા માટે ક્રુઝ સર્વિસ થશે શરૂ : શ્રી નીતિન ગડકરી

ક્રૂઝની મુસાફરી ક્ષમતા ૫૦૦ જેટલી હશે :સરકાર શિપિંગ કોર્પોરેશનને બોટ ખરીદવા માટે ૮૦૦ કરોડ આપશે

મુંબઈ ;દરિયાઈ માર્ગેથી હવે મુબંઈથી ગોવા જવું સરળ બનશે. કેન્દ્રીય પોર્ટ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, મુબંઈથી ગોવા જવા માટેની ક્રૂઝ સર્વિસ આગામી મહિનાથી શરૂ થશે. 

  મુંબઈ અને ગોવાના માર્ગ વચ્ચે શરૂ થનારી ક્રૂઝની મુસાફરી ક્ષમતા ૫૦૦ જેટલી થશે અને આ સેવા ૧ ઓગષ્ટથી શરૂ થશે. આ માટે મિનિસ્ટ્રીએ તમામ પોર્ટસના ક્રૂઝ ટર્મિનલને સેટઅપ કરવા માટે કહ્યું છે.

  ગડકરીએ જણાવ્યું કે, સરકાર શિપિંગ કોર્પોરેશનને બોટ ખરીદવા માટે રૂ.૮૦૦ કરોડ આપશે. તેમજ ભારત ટૂંક સમયમાં જ ૧૫ વર્ષથી વધુના સમયગાળા માટે કોમર્શિયલ વાહનોને સ્ક્રેપ કરવા પોલિસી લાવશે.

(12:40 am IST)