Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જા માટે ચંદ્રાબાબુ નાયડુએ વિપક્ષી પાર્ટીઓને લખ્યો પત્ર : માંગ્યું સમર્થન

ચોમાસુ સત્રમાં ફરીવાર આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદો ઉઠાવવાની તૈયારી

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ વિપક્ષી પાર્ટીઓને પત્ર લખ્યો છે.જેમાં તમામ પાર્ટી પાસે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે સમર્થન માગ્યું છે. એવું મનાય રહ્યું છે કે સંસદના ચોમાસુ સત્રમાં ચંદ્રબાબુ ફરીવાર આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદો ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે.

  એવું મનાય રહયું છે કે ચંદ્રાબાબુ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં અપાવે તો રાજ્યામાં ટીડીપીની સરકાર સત્તા ગુમાવી શકે છે. કેમ કે, રાજ્યમાં વાયએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગનમોહન રેડ્ડી પદ યાત્રા કરી રાજ્યમાં પગપેસારો કરી રહ્યા છે. ચંદ્રાબાબુને ભય છે કે, જગનમોહન રેડ્ડી એનડીએ સાથે હાથ મિલાવશે તો રાજ્યમાં ટીડીપીને સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે.

(12:36 am IST)