Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

દેશના 80 ટકા યુવાનો આંતરજ્ઞાતિય લગ્નના હિમાયતી

૭૦ ટકા યુવકોને લાગે છે કે લગ્ન પછી તેમના પાર્ટનરે અટક બદલવી પડે એવું જરૂરી નથી.

નવી દિલ્હી :આંતરજ્ઞાતીય લગ્નો બાબતે ભારતમાં પરિવર્તનનો વાયરો ફુંકાઇ ચૂકયો છે. આજથી રપ વર્ષ પહેલાં લગ્ન માટે જે માન્યતાઓ હતી એ હવે બદલાઇ રહી છે લગભગ એક કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી એક ન્યૂઝ ઐપે લગભગ ૧.૩ લાખ નેટીઝન્સનો સર્વે કરીને તારવ્યુું છે કે દર દસમાંથી આઠ યુવકોને આંતરજ્ઞાતીય લગ્નમાં કોઇ વાંધો નથી. લગભગ ૭૦ ટકા યુવકોને લાગે છે કે લગ્ન પછી તેમના પાર્ટનરે અટક બદલવી જ પડે એવું જરૂરી નથી. સર્વેમાં ભાગ લેનારા પ૦ ટકા નેટિઝન્સ શહેરી વિસ્તારના હતા. લગભગ ૮૪ ટકા યુવતીઓનું માનવું છે કે પાર્ટનર તેમનાથી વધારે કમાતો હોય કે ઓછું એનાથી કોઇ ફરક પડતો નથી

(9:24 pm IST)