Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

દેશમાં રોડના ગાબડાએ 2017માં 3,597 લોકોનો જીવ લીધો :રોજ 10 લોકો મોતના ખાડા હોમાય છે

નવી દિલ્હી :ભારતમાં રોડ પર પડેલા ખાડાં ભયજનક થતા જઈ રહ્યા છે. ગયા વર્ષે એટલે કે 2017માં રોડ પર પડેલા ખાડાએ 3,597 લોકોનો જીવ લીધો હતો  દેશભરમાં રોડ પર પડેલા ખાડા પ્રતિદિવસ 10 લોકોની જિંદગી છીનવી રહ્યા છે. રોડ પર પડેલા ખાડાના કારણે 2017માં સૌથી વધારે ઉત્તરપ્રદેશમાં 987 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં 726, હરિયાણામાં 522, ગુજરાતમાં 228 લોકોએ જીવ ગુમાવી ચૂક્યા છે.

(12:48 pm IST)