Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

વડાપ્રધાન મોદી અચાનક રાત્રે પ્રોટોકોલ તોડીને વિશ્વનાથ મંદિર પહોંચ્યા :પૂજા-અર્ચના કરી :મુખ્યમંત્રી યોગી રહ્યાં ઉપસ્થિત

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસની ઉત્તર પ્રદેશની મુલાકાતે છે મુલાકાતના પહેલાં દિવસે શનિવારે વડાપ્રધાને મોદી આઝમગઢ ગયા હતા બાદ તેઓ પોતાના સંસદિય વિસ્તાર વારાણસી પહોંચ્યા હતા.ત્યારે  રાત્રે અચાનક પ્રોટોકોલ તોડીને ગેસ્ટ હાઉસમાંથી નીકળીને બનારસ હિંદુ યુનિવર્સિટીના કેમ્પસમાં ફરવા લાગ્યાં હતા. વડાપ્રધાને મોદીએ યુનિવર્સિટી વિસ્તારમાં વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી. પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યાં હતા

(12:18 pm IST)